વ્યક્તિગત આક્ષેપો કરાતા મ્યુ.સભામાં બઘડાટી

688
bvn1822018-16.jpg

ભાવનગર મહાપાલિકાની મળેલ સાધારણ સભામાં આજે કોંગ્રેસ નગરસેવિકા અને પૂર્વ મેયર એવા પારૂલબેન ત્રિવેદીએ ભાજપના નગરસેવક અને પૂર્વ ચેરમેન અભયસિંહ ચૌહાણ સામે સમાજની જમીનના મામલે વ્યક્તિગત આક્ષેપ કરતા સભામાં પોતાને બદનામ કરવામાં આવી રહ્યાં હોવાના પ્રયાસો કરાયા હોવાનું જણાવી અભયસિંહ ચૌહાણ ઉગ્ર બનતા પળવારમાં ઉગ્ર ચર્ચા બાદ બઘડાટી બોલી જવા પામી હતી અને ધાંધલ-ધમાલના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મેયર, ચેરમેન સહિત વિપક્ષ અને ભાજપના સભ્યોની દરમ્યાનગીરીથી માંડ-માંડ મામલો શાંત પડ્યો હતો. જો કે આ દરમ્યાન સામસામા આક્ષેપો અને હાથ ઉગામવા સહિતના બનાવો બન્યા હતા. જ્યારે મોડી સાંજે કોંગી નગરસેવિકાએ અભયસિંહ વિરૂધ્ધ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ચક્ચાર મચી જવા પામી હતી. ભાવનગર મહાપાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ પદે મળેલ. આ બેઠકમાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન પ્રશ્નો રજુ કરવાના બોર્ડના એક કલાકના સમયમાં માત્ર ને માત્ર ફલાઈ ઓવર મુદ્દે લાંબી લાંબી ચર્ચા કોંગ્રેસના ભરતભાઈ બુધેલીયાના મુદ્દે થયા પામી હતી. જો કે આજનું બોર્ડ ચીલાચાલુ બની રહયુ હતુ.બોર્ડમાં પ્રશ્નોતરીમાં પ્રશ્નો ચાલુ હતા દરમ્યાન કોંગ્રેસના નગરસેવિકા પુર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ કોઈ જમીન મુદ્દે છાપાનું કટીંગ પ્રેસ સમક્ષ ધરતા આ મુદ્દે ભાજપના અગ્રણી અને પુર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અભયસિંહ ચૌહાણ વચ્ચે સામ-સામે શાબ્દીક તિખી ચર્ચા થતા આ મુદ્દે અભયસિંહ ચૌહાણે કહયુ હતુ કે આવી રીતે બોર્ડમાં પ્રેસ કટીંગ ધરીને બોર્ડમાં બદનામી કરવાના હિન પ્રયાસો થાય તે દુઃખદ બાબત છે અને કોઈ સભ્યોએ આવી દલાલી કરવી નો જોવે જેને જે કેવાનું હોય તે ખુલ્લા મેદાનમાં આવો, આ કોર્પોરેશન કોઈ લુખ્ખાઓના બાપુજીની પેઢી નથી કે, મન ફાવે તે રીતે વાણી વિલાસ થાય. પુર્વ મેયર પારૂલબેન ત્રિવેદી અને અભયસિંહ ચૌહાણ આ મુદ્દે સામ-સામે આવી જતા બોર્ડમાં અશાંતિ ઉભી થતા મેયર નિમુબેન બાંભણીયાએ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં સાફ સાફ જણાવી દિધુ હતુ કે, આવા અંગત પ્રશ્નો આક્ષેપ, પ્રતિ આક્ષેપો ભર્યા સવાલો સભાગૃહમાં લાવવા ન જોવે સભાગૃહની ગરીમાને ઠેસ લાગે તેવી બાબતોથી દુર રહેવા સભાગૃહમાં તાકિદ કરાય હતી.
સભાગૃહમાં બંન્ને સભ્યો વચ્ચે ઉશ્કેરાટ વધી પડતા કોંગી નેતા જયદિપસિંહ ગોહિલ, રહિમ કુરેશી, દામુભાઈ પંડયા, કુમાર શાહ, રાજુભાઈ રાબડીયા, ધીરૂભાઈ ધામેલીયા, ભરતભાઈ બુધેલીયા અને નગરસેવિકાઓ વચ્ચે પડીને ઉશ્કેરાટ ધીમો પાડવા પ્રયાસ કર્યો હતો. આજનું બોર્ડ ફલાઈ ઓવર મુદ્દે ચર્ચામાં રહયુ હતુ સાથે સાથે અંદર અંદરના આક્ષેપ પ્રતિ આક્ષેપોની વાતો પણ બોર્ડમાં થતા બોર્ડ પ્રજાહિતના વિકાસના કામોની રાહને બદલે અવળે પાટે ગયુ હતુ. મળેલી બોર્ડ બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે બેઠકમાં ઠરાવો પાસ થવા પામ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાએ બોર્ડ બેઠકમાં એમ કહયુ હતુ કે, ભાવનગરમાં પ્રથમ વખતે ૪પ મીટરનો ફલાઈ ઓવર બનવા જઈ રહયો છે. આ માટે તંત્ર બધી રીતે આયોજનનો વિચાર કરીને જ ચાલે છે સારૂ કામ થાય છે લોકોને હરકત નહી પડે, કોઈ આ મુદ્દે ખોટી રજુઆતો નો કરે તંત્રમાં બધી રીતે સજાગતા છે. વિકાસના કામોમાં સહયોગ આપો, અમે કામનુ વખતો વખત ફોલોપ લઈ રહયા છીએ.

Previous articleઅભય ચૌહાણ વિરૂધ્ધ મોડી સાંજે પારૂલ ત્રિવેદીએ ફરિયાદ નોંધાવી
Next articleરાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષપદ માટે વિધિવતરીતે ફોર્મ ભર્યું