તક્ષશિલા દ્વારા વિક્ટોરીયા પાર્કમાં સફાઈ અભિયાન

1165
bvn1812018-13.jpg

આજરોજ સ્વચ્છ ભારત મિશન હેઠળ તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સવારથી તક્ષશીલા વિદ્યાપીઠ, તક્ષશીલા ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ તેમજ સેનેટરી ઈન્સ્પેક્ટર કોર્સના કુલ ર૦૦થી વધુ વિદ્યાર્થીઓની આઠ અલગ-અલગ ગ્રુપ પાડી વિક્ટોરીયા પાર્કની અંદર દિવાલે ફરી ૪૦થી વધુ પ્લાસ્ટીકના થેલા ભરી પ્લાસ્ટીક થેલીઓ, કાચની બોટલો તેમજ મકરસંક્રાંતિને કારણે એકઠી થયેલી દોરી અને પતંગો તેમજ બાયોમેડિકલ વેસ્ટ એકત્રિત કરવામાં આવેલ. કાર્યક્રમને વન વિભાગના અધિકારોએએ સાથે રહીને તેમના માર્ગદર્શન અને સહયોગ તેમજ તેમની સતત દેખરેખ હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવેલ.
વિક્ટોરીયા પાર્કમાં સવારના ચાલવા આવતા લોકો દ્વારા આ કાર્ય માટે શુભેચ્છા આપવામાં આવેલ. તમામ ભાવનગરવાસીઓને તક્ષશીલા ચેરીટેબલ ટ્રસ્ટની અપીલ છે કે વિક્ટોરીયા પાર્ક ભાવનગરનું અભિન્ન અંગ છે તેને સ્વચ્છ રાખવું એ દરેક ભાવનગરવાસીઓની ફરજ છે. સ્વયમ શિસ્ત દાખવીને આપણે આપણા ઘરને, આપણી ગલીને, આપણા શહેરને અને આપણા શહેરના અગત્યના સ્થળોને સ્વચ્છ રાખવા જોઈએ. આ સાથે હાજર રહેલ દરેક વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તેમજ શુભેચ્છકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. તક્ષશીલા ટ્રસ્ટના ટ્રસ્ટ મૌલિકભાઈ પાઠકે જણાવ્યું કે, તક્ષશીલા પરિવાર આગામી દિવસોમાં પણ ભાવનગર શહેર માટે આવા કાર્યક્રમો કરતું રહેશે. વિક્ટોરીયા પાર્કના મહાસફાઈ અભિયાનમાં મોટી માત્રામાં કચરો, મેડીકલ વેસ્ટ સહિતનો નિકાલ કરાયો હતો.