ભંડારિયા ગામ પાસે મહાકાય ટ્રેલરની અડફેટે નણંદ-ભોજાઈના કરૂણ મોત

1895
bvn712018-9.jpg

ભાવનગર-તળાજા રોડ પર સવારના સમયે બાઈક પર પોતાના વતન પત્ની અને બહેન સાથે જઈ રહેલા યુવાનને મહાકાય ટ્રેલરે ભંડારિયા ગામ પાસે અડફેટે લેતા નણંદ અને ભોજાઈના ઘટના સ્થળે કરૂણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે બાઈક સવાર યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.
બનાવની મળતી વિગત મુજબ, તણસા ગામના મુળ વતની અને ભડી ગામની સીમમાં રહેતા કુંભાર ભાવેશભાઈ ગીરધરભાઈ સરવૈયા તેની પત્ની પાયલબેન ઉ.વ.રર અને બહેન તેજલબેન ગીરધરભાઈ ઉ.વ.ર૧ બાઈક નં.જીજે૪એઆર ર૧૪૮ પર ભંડારિયાથી પોતાના વતન તરફ જઈ રહ્યા હતા તે વેળાએ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા મહાકાય ટ્રેલર નં.જીજે૧૪ડબલ્યુ ૩૬પપના ચાલકે બાઈક સવારને ધડાકાભેર અડફેટે લેતા બાઈક પર સવાર નણંદ-ભોજાઈ ટ્રેલરના વ્હીલ નીચે કચડાઈ જતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યા હતા. જ્યારે બાઈક સવાર ભાવેશભાઈને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવ અંગેના જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવને પગલે કુંભાર પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

Previous articleઘોઘાના યુવાનોએ દુબઈમાં ઘોઘાનું નામ રોશન કર્યુ
Next articleછેતરપીંડીના ગુન્હામાં બે વર્ષથી ફરાર શખ્સ જબ્બે