ઘોઘાના યુવાનોએ દુબઈમાં ઘોઘાનું નામ રોશન કર્યુ

660
bvn712018-10.jpg

સફળતા, કાબેલીયતને કોઈ બંધન નથી હોતું. આ વાત ખરા અર્થમાં નવયુવાનોએ સાર્થક કરી છે. જેની સફળતાની લહેર સાત સમુદ્ર પાર ભાવેણાના ઘોઘા સુધી પહોંચી છે.
આરબ અમીરાત (દુબઈ) ખાતે ઘોઘાના યુવાનો રોજીરોટી કમાવવા માટે ગયા છે. જ્યાં તાજેતરમાં વોલ્ટાસ કંપની દ્વારા ‘વોલ્ટાસ પ્રિમીયમ લીગ’ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ ખેલ દુબઈ, જેમ્સ વેલીંગટન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ટુર્નામેન્ટમાં ૮ ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી. જેમાં રૂવેસ સુપરકીંગ ટીમ વતી ઘોઘાના મુકેશ મકવાણા યુનુસ શેખ, કાસમ શેખ, મુર્તુઝા શેખ, મહંમદ હનીફ શેખ, અશ્ફાક ઈલીયાસ શેખ સહિતના નવ યુવાનોએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી મેચ જીતી હતી. જેમાં કાસમ શેખને મેન ઓફ ધ મેચનો ખીતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઝળહળતી સિધ્ધિને પગલે સ્થાનિક ભારતીયો તથા ગુજરાતી સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સમાચાર ઘોઘા ગામે પહોંચતા ઘોઘાના ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Previous articleસરદારનગર ગુરૂકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Next articleભંડારિયા ગામ પાસે મહાકાય ટ્રેલરની અડફેટે નણંદ-ભોજાઈના કરૂણ મોત