૨૫ સપ્ટેમ્બરે શંકરસિંહ વાઘેલા રણનીતિ અંગેની જાહેરાત કરશે

895
gandhi1792017-1.jpg

૨૫ સપ્ટેમ્બર નવરાત્રિ દરમિયાન શંકરસિંહ વાઘેલા પોતાની આગામી રાજકીય રણનીતિ અંગે જાહેરાત કરી શકે છે. તેઓ ૨૫ સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ સંબોધશે. અને આગામી રણનીતિ અંગે પોતાનો પક્ષ મૂકશે.કૉંગ્રેસ છોડ્‌યા બાદ શંકરસિંહ બાપુએ એ વાત સ્પષ્ટ કરી હતી કે, તેઓ ભાજપમાં નહીં જોડાય અને રાજકીય નિવૃત્તિ પણ નહીં લે. પરંતુ હવે ૨૫ સપ્ટેમ્બરે બાપુ પત્રકાર પરિષદ યોજીને આગળ શું કરશે તેની જાહેરાત કરી શકે છે. હવે જોવાનું રહ્યું કે શંકરસિંહ બાપુ હવે આગામી ૨૫ સપ્ટેમ્બરે શું નિર્ણય લે છે.
તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડોફાડનાર શંકરસિંહ વાઘેલા હવે ગુજરાતમાં ફરી એક રાજકીય મૂહિમ ચલાવવા જઈ રહ્યા છે. વાઘેલા અગાઉ કહી ચૂક્યા છે કે, તેઓ ભાજપમાં નથી જોડાવાના. એટલુ જ નહીં રાજનીતિ પણ નથી છોડવાના. કોંગ્રેસથી નારાજ થઈને ૧૩ ધારાસભ્યોએ પણ રાજીનામા આપ્યા હતા. હવે શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં કોંગ્રેસને હરાવવાનો સંકલ્પ કર્યો છે. બાપુની આ મૂહિમને જોતા ભાજપને જ આડકતરો ફાયદો થઈ શકે છે. કારણ કે, સરકાર વિરોધી વોટબેંકનું વિભાજન થઈ શકે છે

Previous articleટ્રક કાર વચ્ચે અકસ્માત : ત્રણને ઈજા
Next articleત્રીજા વિકલ્પના બોર્ડ પાછળનું ભેજું કોણ ? રાજકીય અટકળો તેજ