અમાસના દિવસે મુર્હુંત – ચોઘડીયાને ફગાવી વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

850
guj1922018-4.jpg

અમદાવાદ વકિલોની માતૃસંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની રપ સદસ્યો માટેની ચૂંટણી આગામી ર૮ મી માર્ચે યોજાનાર છે તેમાં મેં મારી પસંદગી પ્રમાણે અમાસ દિને મુર્હુંત-ચોઘડીયાને ફગાવી મારી ઉમેદવારી નોંધાવી છે, વિજય વિશ્વાસ સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સમગ્ર ગુજરાતના વકિલ મિત્રો સાથે નાગરિક ધર્મની રૂએ કર્તવ્ય બજાવવાની ખાત્રી સાથે પ્રશ્નો ઉકેલવાની કટિબદ્ધતા સાથે સૌના સહકારથી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારની દાવેદારી કરી છે.
એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે પ્રવર્તમાન બાર કાઉન્સીલમાં રાજયના વકિલ મિત્રોની ડિરેકટરી મેળવવા અધધ રૂા. ૮,૦૦૦/- (આઠ હજાર) નો ચાર્જ ચૂકવવો પડે છે. તેમાં વકીલોના ફોન- મોબાઈલ નંબર આપવામાં આવતા નથી તે ઘણું સૂચક છે. તેથી તે નાબુદ કરી પ્રત્યેક વકિલને પેન ડ્રાઈવમાં વકીલના નામ-સરનામા, ફોન-મોબાઈલ નંબર સહિત પડતર કિંમતે મળી રહે તે માટે ૬ માસમાં જ પરિણામલક્ષીની ખાત્રી આપું છું. તમામ જિલ્લા મથકે વકીલોને ઉપયોગી કાયદાકીય સેમીનાર યોજવા, પ્રાણ પ્રશ્નો અને પેન્શન સંબંધી કાર્યવાહી કરી ઉપયોગી થવાની લાગણીથી ઉમેદવારી સૌના સહકારથી કરી છે. પારદર્શકતા તમામ કાર્યવાહીમાં જોવા મળશે તેની ખાત્રી આપું છું. 
જયંત પંડયાની ઉમેદવારીના સમર્થનમાં અમદાવાદના એડવોકેટ પરેશ વાઢેર તથા રાજકોટના એડવોકેટ ભાવનાબેન વાઘેલાએસહી કરી હતી. તે ઉપરાંત અમદાવાદ સ્થિત વકિલોમાં અમીત જોશી, ચિંતન બુદ્ધદેવ, જેકી લકી ચેન, દેવકરણ ભરવાડ, ભુષણ ઓઝા, દિવ્યાંગ રામાણી, શિવાંગ રામાણી, હાર્દિક રાવલ, આકાશ પંડયા, કર્ણ ડોમસે, મહેશ પટેલ, ભરતભાઈ ભાડકા, મનોહરસિંહ રહેવર, નિસર્ગ શાહ, મૌલિક વખારીયા, અનીલ પટેલ, રામ જાદવ, રાજારામ બાજપાઈ, યોગેશ પટેલ, સંજય કિકાણી, સુરેશભાઈ ગમારા, વિશાલ ગણાત્રા, રાજેન્દ્ર ઠાકોર, હર્ષાબેન પંડયા, મનિષ શેખાવત, ભાવેશ આહિર, વિરેન મકવાણા, ચૈતન્ય જોશી, માહિતોષ્ધા સીંગ, સુરેશ પ્રજાપતિ, પ્રકાશ પંડયા, રાજકોટથી ભાવનાબેન વાઘેલા એડવોકે ઉમેદવારી પત્રક ભરતી વખતે હાજરી આપી પુષ્પગુચ્છ-અભિનંદન વર્ષા પાઠવી હતી.