જાળિયા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું સમાપન થયુ

647
bvn1922018-2.jpg

શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે વાળુકડ લોક વિદ્યાલય દ્વારા યોજાયેલ રાજકીય સેવા યોજના શિબિરનું શુક્રવારે સમાપન થયુ શિબિરાર્થીઓ અહીં સુંદર પ્રતિભાવો આપ્યા હતા.
રાષ્ટ્રીય સેવા યોજાના શિબિરના સમાપન પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા કેળવણીકાર જગદીશભાઈ ભટ્ટે કહ્યું કે પ્રત્યેક માણસ સફળતા માટે જ પુરૂષાર્થ કરી રહેલ છે. જીવન ક્ષણ ક્ષણથી બનેલું છે તેની સાથે કાર્ય થતુ જાય છે. શિબિરાર્થી બહેનો અહિં ઘણુ નવુ નવુ શીખી હશે તેમ ઉમેર્યું.
આશ્રમના વિશ્વાનંદજીએ શીબીરાર્થી બહેનો શીખ આપતા કહ્યું કે અન્યનો આશરો લેતા કસોટી આવશે પણ આપણા અંદરનું શૌર્ય બહાર આવશે.
શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે આ શિબિરનું શુક્રવારે સમાપન થયુ આ પ્રસંગે મુખ્ય મહેમાન રહેલા હિરેનભાઈ કુવાડિયા જ્યાં જગદીશભાઈ પાડે અહિ જાત અનુભવ સાથે શિક્ષિણ મેળવ્યુ હશે તેમ જણાવ્યું જાળિયા પ્રાતમિક શાળાના આચાર્ય ચંપકભાઈ પટેલ પણ રહ્યા હતા.
 અહિ શિબિરાર્થીઓએ સુંદર પ્રતિભાવો આપ્યા હતા જેમા કુ. હમીક્ષાબેન ચૌહાણ તથા કુ. હિનાબેન ફગાનો સમાવેશ થાય છે. સૌએ શિવકુંજ આશ્રમ પરિવાર તથા જાળિયા ગામની પ્રશસા કરી હતી. 

Previous articleસ્કીલ ડેવ.અંગે વ્યાખ્યાન યોજાયું
Next articleશ્રીમાળી સોની જ્ઞાતિના સમુહ લગ્ન