વેરાવળ ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઇ જાગૃતિ રેલી યોજાઇ

1547
guj1782017-1.jpg

પ્રધાનમંત્રી દ્વારા સમગ્રદેશમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા. ૨  ઓક્ટોમ્બર પૂ.મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી ઉજવણી નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ ચલાવવાનું આહવાન કરવામાં આવેલ છે. જેના સંદર્ભે વેરાવળ ખાતે ગઇકાલે નગરપાલિકા વેરાવળનાં ઉપપ્રમુખ જયદેવ જાની, ચીફ ઓફીસર મનોજ સોલંકી તેમજ નગરપાલિકાનાં હોદ્દેદારો-સફાઇ કર્મીઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.
વેરાવળ ટાવર ચોકથી આયોજીત આ રેલી દ્વારા શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. તા. ૧૫ થી શરૂ થયેલ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત “સર્વત્ર સ્વચ્છતા” હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સફાઇ વિષયક કાર્યક્રમો હાથ ધરાનાર છે.