વિધાનસભાના સ્પીકર તરીકે રાજેન્દ્ર ત્રિવેદની સર્વાનુમતે વરણી

778
guj20222018-7.jpg

વિધાનસભાના ચૂંટણી પછીના બજેટ સત્રના પ્રારંભે વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને વિપક્ષના ટેકાથી સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર નીમાબેને આ અંગેની જાહેરાત કર્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષની ચેર સુધી દોરી જવામા આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સર્વાનુમતે પસંદગી બદલ વિપક્ષને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, લોકશાહી પરંપરા જાળવી રાખવા બદલ વિરોધ પક્ષના નેતાને અભિનંદન પાઠવ્યા હતા. 
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, ૧-પ-૧૯૬૦ ના રોજ પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા બેઠા હતા ત્યારથી નટવરલાલ શાહથી લઈ લાંબી સફર અધ્યક્ષ તરીકે બેઠા છે. સંસદીય પ્રણાલીનું પાલન-પોષણ થાય, વિરોધપક્ષ-પ્રજાની વેદનાનું પ્રતિક હોય છે. જેથી સત્તાધારી બહુમતી પક્ષ સામે સ્પીકર રક્ષણ આપતા હોય છે. તેવું વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવી રક્ષણ આપશો એવી આશા વ્યકત કરી હતી. 
વિધાનસભા – પ્રજાના નાણાંથી ચાલતી હોવાથી પ્રજાના નાણાંનો વ્યય ન થાય તે જોવાનું કામ વિપક્ષ કરશે. જન પ્રતિનિધિ છે. જનતાએ તક આપી છે ત્યારે જનતાના અવાજનો પ્રતિબીંબ મળી રહે તેથી પ્રજાને પણ તેવું લાગે તેવું બનવું જોઈએ.  આ ઉપરાંત વિરજીકુમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ. અનિલ જોષીયારા, પૂંજાભાઈ વંશ, જીતુભાઈ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજા, જીતુભાઈ સુખડીયા વગેરેએ શુભેચ્છાઓ પાડવી હતી. 

Previous articleરાજયમાં ન.પા. ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
Next articleબજેટ સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસનું હલ્લાબોલ,પાણી વગરના રૂપાણી રાજીનામું આપે