ચૂંટાયાના બીજા જ દિવસે રાયસણ ગામે સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ ફુંકયું

766
gandhi2722018-5.jpg

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસની ૧૮ અને ભાજપ-૧પ તથા અપક્ષ ૩ ચૂંટાયા છે. ત્યારે જે ચૂંટાયેલા ઉમેદવારને કામ કરવું જ છે, તે મૂહૂર્ત જાવડાવતા નથી તેમ કોબા સીટમાં જંગી બહુમતીથી વિજયી બનેલા એવા શોભનાબેન ઈશ્વરજી ઠાકોરે સૌ પ્રથમ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી જે સ્વછતા અભિયાનને વધારે જાશ આપી રહૃા છે તેના ભાગરૂપે ચૂંટાયાના બીજા જ દિવસે શોભનાબેન તથા  આઈ.બી.વાઘેલા પોતે રાયસણ ગામે સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ ફુંકયું હતું અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ હોય તેમ કચરો કચરા પેટીમાં નાંખવો અને ગામમાં પ્લાસ્ટીકની કોથળીઓનો ઉપયોગ ન કરીને કપડાની થેલીનો ઉપયોગ કરવામાં આવે તેના ઉપર પણ તેમણે ભાર મુકયો હતો.ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ ૩પ ઉમેદવારો ચૂંટાયા બાદ ભાજપ કોંગ્રેસના કોઈ તાલુકા સદસ્યએ હજુ પ્રજાના કામો માટે આળખ ખંખેરી નથી,ત્યાં શોભનાબેને પ્રથમ દિવસે જ ફીલ્ડીંગ ભરીને રાયસણને સુશોભિત કરવા શોભનાબેને કમર કસી છે.

Previous articleમહાપાલિકાના નિયંત્રણ તળેના સેક્ટર-૨૮ બાલોધ્યાનની ટ્રેઇન દાંતથી ખેંચી, મેયર પ્રવિણ પટેલે આપી લીલી ઝંડી
Next articleછત્રાલમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાઓને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન