ટીંબી ખાતે બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતીનો ષોડશી મહોત્સવ ઉજવાઈ ગયો

1873
bvn8122017-1.jpg

સંતો, મહંતો, ધર્માચાર્યો અને સેવકોની ઉપસ્થિતિ સાથે ટીંબી ખાતે બ્રહ્મલીન સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજીનો ષોડશી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ ગયો. જીવ અને શિવના સમન્વયના મર્મી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી બ્રહ્મલીન થતા આજે ટીંબી ખાતે સંતો, મહંતો, ધર્માચાર્યો અને સેવકોની ઉપસ્થિતિ સાથે ષોડશી મહોત્સવ ઉજવાઈ ગયો.
ભક્તિભાવ સાથેના આ મહોત્સવમાં પ્રાસંગિક સત્સંગ ઉદ્દબોધનમાં સદશિષ્ય ભોલાનંદજીએ ભાવાંજલી અર્પણ કરતા તેમના છેલ્લા દિવસોના સંસ્મરણો રજૂ કરી કહ્યું કે, સ્વામીજીને તેમના દેહવિલયનો અણસાર આવી ગયેલો અને શિવકૃપાએ પોતાનું કાર્ય પૂર્ણ થતાં હવે બ્રહ્મમાં લીન થઈ રહ્યો છું, આ નશ્વર શરીર ગંગાજીમાં વિસર્જીત કરવા પણ કહી દીધેલું.
સદશિષ્ય સદાનંદજીએ કહ્યું કે, સદ્દગુરૂ સ્વામીજી બ્રહ્મનિષ્ઠ હતા જે બ્રહ્મલીન થયા છે, તેમના દર્શાવેલા સદમાર્ગ પર ચાલવાની આપણને પ્રેરણા મળતી રહેશે તેમ ભાવ વ્યક્ત કર્યો.
 આ પોષશી મહોત્સવમાં આધ્યાત્માનંદજી, પરમાનંદજી તથા કૃપાલાનંદજી મહારાજે શ્રધ્ધા-સુમન અર્પણ કરતા પ્રવચનો કર્યા હતા. સ્વામી જગદિશ્વરાનંદજી સન્યાસ આશ્રમ-ટીંબીના આયોજન તળે અહીં ખીમજીભાઈ દેવાણી, બાબુભાઈ રાજપરા, દિયાળભાઈ વાઘાણી વિગેરેના નેતૃત્વ સાથે આ મહોત્સવમાં પ્રેમમૂર્તિનંદજી સ્વામી, દલપતગીરીજી સ્વામી સહિત સ્થાનિક તથા રાજ્ય બહારના ધર્માચાર્યોએ અંજલી પાઠવી હતી.
 ઉદ્દઘોષક જીતુભાઈ મકવાણાના સંચાલન સાથે પ્રારંભે પરેશભાઈ ડોડીયાએ સ્વાગત ઉદ્દબોધન અને અંતે જગદિશભાઈ ભીંગરાડીયાએ આભારવિધિ કરેલ.