આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતતા પ્રણવબક્ષી વિનયમંદિરના આકાશ જોગદીયા

814
bvn8122017-8.jpg

તાજેતરમાં લવાયેલ અવંતિકા ઈન્ટરનેશનલ પેઈન્ટીંગ કોમ્પીટીશન ચિત્ર સ્પર્ધામાં ભાવનગર પ્રણવલક્ષી વિનય મંદિરના ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આકાશ હરેશભાઈ જોગદીયાએ શ્રેષ્ઠ દેખાવ કરી સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ જીતી લીધો તેમજ રાડો યુરોપ ૧૮મી આંતરરાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં સમગ્ર ભારતમાં પ્રથમ અને સમગ્ર વિશ્વમાં ત્રીજો ક્રમ મેળવી કાંસ્ય ચંદ્રક મેળવેલ. તેમણે આ સિધ્ધિ મેળવી ભાવનગરનું તેમજ પ્રણવ બક્ષી વિનય મંદિરનું ગૌરવ વધારી આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરેલ છે તેમને આ સિધ્ધિ મેળવવા બદલ શાળાના આચાર્ય જરજીસ કાઝી તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવેલ છે.