મહાપાલિકાના નિયંત્રણ તળેના સેક્ટર-૨૮ બાલોધ્યાનની ટ્રેઇન દાંતથી ખેંચી, મેયર પ્રવિણ પટેલે આપી લીલી ઝંડી

627
gandhi2722018-1.jpg

૨૦૧૮.મહાનગરપાલિકાના નિયંત્રણ તળેના  સેક્ટર-૨૮ના બાલોધ્યાન ના આમ્રકુંજ સ્ટેશન ખાતે દાંતથી ટ્રેઇન ખેંચવાનો અને ડાકૂમાંથી રાજયોગી બનેલ પંચમસિંહ સાથે મુલાકાત નો કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં મહાનગરપાલિકા ના મેયરશ્રી પ્રવિણભાઈ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.બી.બારૈયા, સીટી ઇજનેરશ્રી ભરતભાઇ પંડ્યા, કોર્પોરેટર ભગિની હર્ષાબા ધાંધલ, ભ્રાતા.એસ.એમ.ચૌધરી, ભ્રાતા મનહરભાઈ પટેલ, ડો.મહેન્દ્રભાઇ, સેક્ટર-૨૮ સેવાકેન્દ્ર સંચાલિકા રાજયોગિની કૈલાશ દીદી, રાજયોગી પંચમસિંહ, રાજયોગી આશિષભાઈ (ભોપાલ)  ખાસ ઉપસ્થિત રહેલ .
અતિ નાના સ્નેહમિલન કે જેમાં વિધ્યાલયનો પરિચય, મહેમાનોનું પુષ્પોથી સ્વાગત અભિવાદન, મેયરશ્રીનો શુભભાવના અને શુભકામના યુક્ત ટુંકો અને પ્રભાવ તથા શક્તિશાળી પ્રતિભાવ, કૈલાશદીદીના આશીર્વચન અને ડાકૂમાંથી રાજયોગી બનેલ પંચમસિંહની પરિવર્તનની ગાથા તેમની જ જુબાનમાં સાંભળેલ.
અંતે રાજયોગના આ અનેરો પ્રયોગ ના ભાગરૂપ દાંતોથી બસ, ટ્રક, ડમ્પર, રેલ્વે એન્જીન ખેંચી શકનાર રાજયોગી આશિષભાઈ એ સૌને જણાવેલ કે બ્રહ્માકુમારીઝ દ્વારા આપવામાં આવતાં સહજ રાજ્યોગના અભ્યાસથી વ્યસનો, બુરાઈઓ, કુટેવો અને વિકારો તો અવશ્ય દૂર થાય છે પણ તેની સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ અનેક ઘણો સુધાર થાય છે. તેનું હું જીવંત ઉદાહરણ છું. તેમણે ઉમેરેલ કે સહજ રાજયોગથી જીવન પરિવર્તન શક્ય જ નહીં બલ્કી અતિ સહજ પણ છે. ત્યાર્બાદ મહેમાનોને ઇશ્વરીય ભેટ સૌગાત આપવામાં આવેલ. અને અંતે મેયરશ્રી પ્રવિણ પટેલે ટ્રેઇન ખેંચવા માટે લીલી ઝંડી આપેલ અને જ્યારે આશિષભાઈએ દાંતથી ટ્રેઇન ખેંચેલ ત્યારે યોગની સિધ્ધી રૂપ પ્રાપ્ત થયેલ આ સાહસિક પ્રયોગ નિહાળી ઉપસ્થિત સેંકડો  બાળકો, યુવાનો અને વડિલો ખુશ થઈ ગયેલ અને યોગ શિખવાની તેમની ઉત્કંઠા પ્રગટ કરેલ. 

Previous articleદેશવાસી સંકલ્પ કરશે તો વિશ્વમાં ભારતનો ડંકો રહેશે : નરેન્દ્ર મોદી
Next articleચૂંટાયાના બીજા જ દિવસે રાયસણ ગામે સ્વચ્છતા અભિયાનનું બ્યુગલ ફુંકયું