સપનાની ભાષા અને સપના સિદ્ધ કરવાની ભાષા : નીલ ભટ્ટ

945
bvn6102017-11.jpg

“ફિલ્મ ના વિષય માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા બાદ પણ ફિલ્મ બનાવવી મારી માટે એકદમ સરળ ન હતું, કારણકે હું કે મારા માતા-પિતા માંથી કોઈ પણ આ વ્યવસાય સાથે જોડાયેલું નથી, પણ હા, મારા માતા પિતા કે પતિ ના સહયોગ વગર આ કામ અશક્ય હતું” – અદિતિ ઠાકોર, દસમી નવેમ્બેરે રીલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ની લેખિકા અને દિગ્દર્શિકા ઉત્સાહ સાથે જણાવે છે.
ભંવર ફિલ્મ એક કઠપૂતળીના કલાકાર ની વાર્તા છે જે ગામડે થી શહેર માં પોતાના સપનાઓની સાથે આવે છે. એક નવી દુનિયા જોવા, માણવા અને સ્થાપવા. આ ફિલ્મ માં ભંવર નું મુખ્ય પાત્ર મુંબઈ ના મશહુર કલાકાર નીલ ભટ્ટ નિભાવે છે. નીલ ભટ્ટ, ટેલીવિઝન ના ક્ષેત્રે એક ખૂબ જ મશહૂર ઍક્ટર જે તેમના દિયા ઔર બાતી હમ સીરીયલ માં ઇન્સ્પેક્ટર ઝાકીર ના રોલ માટે પ્રસિદ્ધ થયા છે અને ઝી ટીવી ની બારા બટ્ટા ચોબીસ કરોલ બાગ સીરીયલ માં અભિ નો, સ્ટાર પ્લસ ની ગુલાલ સીરીયલ માં કેસર નો એમ અનેક કિરદાર નિભાવી ચૂક્યા છે અને બૂગી વૂગી ના વિજેતા પણ રહી ચૂક્યા છે. તે પોતાની આગામી ગુજરાતી ફિલ્મ ભંવર ના પ્રમોશન માટે પોતાની ટીમ તથા દિગ્દર્શિકા અદિતિ ઠાકોર સાથે સમગ્ર ગુજરાતમાં પરિવહન કરી રહ્યા છે. હજારો શ્રોતાઓની હાજરી માં પોતાની ફિલ્મ વિષે રચનાત્મક રજૂઆત કરતા આ ટેલેન્ટેડ ઍકટર સહર્ષ જણાવે છે કે… 
“ભંવર એક એવી ફિલ્મ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રોતાઓ ને મનોરંજન પૂરું પાડે. આ એક એવી અર્થપૂર્ણ ફિલ્મ છે જેની હું રાહ જોઈ રહ્યો હતો. આ ફિલ્મ માત્ર ગુજરાતી ભાષીઓ માટે જ નહિ પણ અનેક વિધ ભાષા ના લોકો ને સ્પર્શી શકે તેવી છે. 
હું માનું છું કે આ ફિલ્મ નો વિષય જ એવો છે જેની ભાષા એક છે. સપના ની ભાષા. સપના સિદ્ધ કરવા ની ભાષા” તેમની સાથે ફિલ્મ માં તેમના મિત્ર નું પાત્ર ભજવતા અને લગાન ફિલ્મ માં કચરા તરીકે જાણીતા આદિત્ય લાખિયા, નાનપણથી નાટક, ટેલિવિઝન તથા ફિલ્મ ના માધ્યમ ને ગજવતી લીડ એક્ટ્રેસ તારિકા ત્રિપાઠી તથા ભંવરના પિતા નું પાત્ર ભજવતા અને ગુજરાતી થીયેટર તથા ફિલ્મોના મોટા ગજા ના અભિનેતા પ્રશાંત બારોટ તથા ફિલ્મ ના એડિટર અને નિર્માતા (પ્રોડ્યુસર) યોગેન્દર કુમાર પણ ફિલ્મ ની રીલીઝ ને લઈને ખુબ ઉત્સાહિત તથા આશાસ્પદ છે.