ગાંધીનગર પાસેના પેથાપુર ખાતે કોંગ્રેસ દ્વારા આજથી કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં આજથી ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. ગાંધીનગરની બેઠક મહત્વની ગણાય છે. ડીસેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવની શક્યતાઓ જોવા મળી રહી છે. કોંગ્રેસનો ગઢ ગણાતા ગાંધીનગર જિલ્લાની તમામ પાંચ સીટ જીતવા માટે આજે શુક્રવારે પેથાપુરમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. કાર્યકર સંમેલન જાહેર સભામાં પ્રદેશ કક્ષાના નેતા શક્તિસિંહ, જગદીશ ઠાકોર સહિત શહેર અને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હાજર રહી કોંગ્રેસને વિજયી બનાવવા આહવાન કરશે.