વિધાનસભાના દ્વારેથી

1773
new vidhansabha.jpg

પુરષોત્તમ સોલંકી ધડામ અવાજ સાથે ગૃહમાં પડયા
વિધાનસભાની શરૂઆતમાં અધ્યક્ષને સભ્યો અભિનંદન આપતા હતા ત્યારે મંત્રી પુરુષોત્તમભાઈ લેટ વિધાનસભામાં આવ્યા હતા. ગૃહના બારણા આગળ જ પુરુષોત્તમભાઈ પડી જતાં થોડી વાર માટે ગૃહમાં બેઠેલા ભાજપના સભ્યોએ પુરૂષોત્તમભાઈને ઉભા કર્યા હતા અને ત્યારબાદ તેમને તેમની બેઠક સુધી દોરી જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચાલુ વિધાનસભા દરમિયાન ગૃહમાં પ્રવેશતા કડીના ધારાસભ્ય અને અન્ય એક ધારાસભ્ય પણ ધડામ અવાજ સાથે પડતાં ગૃહનું ધ્યાન ખેંચાયું હતું. જો કે પડવામાં ત્રણેય ધારાસભ્યો ભાજપના હોવાથી ચર્ચાનો વિષય પણ બન્યા હતા. 
પૂંજાભાઈ વંશની બાબત ટીકા ન ગણતાં સુચન ગણવા વિનંતી
ભૂતકાળમાં શાસકપક્ષની નિષ્ફળતા છૂપાવવા આ ચેરનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ પૂંજાભાઈ વંશે અધ્યક્ષને અભિનંદન આપતાં કહેતા ગૃહમાં હોહા થઈ હતી. નિતિનભાઈ પટેલે વાંધો ઉઠાવી પૂંજાભાઈ સિનિયર સભ્ય છે આવુ ન બોલી શકાય તેવું રજુ કરાયું હતું. ત્યારબાદ વિરોધપક્ષના નેતા પરેશભાઈએ એને ટીકા ન ગણતાં ભૂતકાળના અનુભવે સભ્યનું સૂચન ગણવા જણાવ્યું હતું. સરકાર આજે જે વાત રજુ કરે છે તેનું આવનારા દિવસોમાં પાલન કરે અને ઉચ્ચ સંસદીય પ્રણાલી જળવાય તેવી આશા રાખું છુ.  વિધાનસભાના નવીનીકરણમાં સાર્જન્ટોનો ડ્રેસ પણ બદલાયો 
નવીનીકરણ બાદ વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે નવી વિધાનસભાના સાથે વિધાનસભાના સાર્જન્ટો જે સફેદ કલરના ડ્રેસમાં જોવા મળતા હતા તે બદલાયેલો જોવા મળ્યો હતો. અધિકારીઓને આછા ગ્રે અને સાર્જન્ટોને ડાર્ક ગ્રે કલરની સફારી જેના પર વિધાનસભાનું એમ્રોડરી કરેલું છે એવી બે જોડી નવા ડ્રેસ સાથે સાર્જન્ટો જોવા મળ્યા હતા. 
વિધાનસભાના નવીનીકરણમાં સાર્જન્ટોનો ડ્રેસ પણ બદલાયો 
નવીનીકરણ બાદ વિધાનસભાના બજેટ સત્રના પ્રારંભે નવી વિધાનસભાના સાથે વિધાનસભાના સાર્જન્ટો જે સફેદ કલરના ડ્રેસમાં જોવા મળતા હતા તે બદલાયેલો જોવા મળ્યો હતો. અધિકારીઓને આછા ગ્રે અને સાર્જન્ટોને ડાર્ક ગ્રે કલરની સફારી જેના પર વિધાનસભાનું એમ્રોડરી કરેલું છે એવી બે જોડી નવા ડ્રેસ સાથે સાર્જન્ટો જોવા મળ્યા હતા. 
વિકાસની હડફેટે સાત ટાંકા આવ્યા – વિપક્ષ નેતા 
માર્ગ અકસ્માત અંગેના વાહન વ્યવહારના કાયદા અંગે બોલતા પરેશ ધાનાણીએ આ કાયદામાં અમલ કરતાં જેટલા લોકો અકસ્માતથી મરતા નથી તેટલાથી વધારે તો દંડની મોટી રકમ માટે ઉછીના નાણાને લઈને આપઘાત કરી મરશે. વળી અકસ્માત પર કોઈનું નામ લખેલું હોતું નથી જેથી હમણા મને પણ વિકાસની હડફેટે સાત ટાંકા આવ્યા હતા અને કાયદાનું પ્રજાને ધ્યાનમાં રાખી ઘડવા અને બીલની પુનઃ વિચારણા માટે અનુરોધ કર્યો હતો.