ભાજપે ૧૫ સીટ સાથે પાંચમી વખત સત્તા મેળવી : કોંગ્રેસે ૧૩ બેઠક મેળવી ઇજ્જત બચાવી

731
gandhi2122018-3.jpg

પાલિકાની ૭ વોર્ડની મતદાનનુ પરિણામે સોમવારે જાહેર થયુ હતુ. માણસા કોલેજમાં વહેલી સવારથીજ ભાજપ કોંગ્રેસના સમર્થકોના ટોળા ઉમટી રહ્યા હતા. પાલિકામાં કોણ બાજી મારશે તે વાણવા માટે બેકાકળા બન્યા હતા. 
માણસામાં પૂર્વ ધારાસભ્યએ કેસરીયો કરતા વિધાનસભામાં ભાજપની હાર થઇ હતી. પાલિકામાં પણ ભાજપની સત્તા જશે અને કોંગ્રેસનો સોનેરી સુરજ ઉગશે તેવુ માનવામાં આવતુ હતુ. પરંતુ જેમ જેમ મતગણતરી શરુ થતી ગઇ હતી, તેમ તેમ ભાજપના ઉમેદવારોની જીત જોવા મળતી હતી.
પરંતુ પરિણામની અંતમાં ભાજપને ૧૫, કોંગ્રેસને ૧૩ સીટ મળી હતી. ભાજપ ગઢ સાચવવામાં સફળ રહ્યુ હતુ. જ્યારે કોંગ્રેસે પોતાની ઇજ્જત બચાવી હતી. ગાંધીનગર જિલ્લો હમેશા કોંગ્રેસનો ગઢ રહેલો છે. જિલ્લા પંચાયત સહિત ધારાસભ્ય પણ કોંગ્રેસના ચૂંટાઇ આવે છે. ત્યારે માણસા પાલિકામાં કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી સત્તાથી દુર છે. જ્યારે ૨૫ વર્ષથી ભાજપનુ એક હથ્થુ સાશન ચાલી આવે છે.અને આ વખતે પણ ફરી સતા મેળવી છે.નોટાને જાકારો, ૭ વોર્ડમાં ૧૦૧  મત જનોટામાં પડ્‌યા 
વિધાનસભાની ચૂંટણીમા નોટાએ અનેક ઉમેદવારોને કારમો પરાજય અપાવ્યો હતો. પરંતુ માણસા પાલિકામાં નોટાની ઉમેદવારો ઉપર કાઇ અસર થઇ નથી.સાત વોર્ડમાં માત્ર ૧૦૧ મત નોટામાં પડ્‌યા છે. જેમાં વોર્ડ ૧- ૧૮, વોર્ડ ૨-૧૪, વોર્ડ ૩-૧૦, વોર્ડ ૪-૨૦, વોર્ડ ૫-૧૫, વોર્ડ ૬-૧૦ અને વોર્ડ ૭માં ૧૪ મત નોટામાં પડ્‌યા હતા. 
ગત ચૂંટણીમાં ભાજપને ૨૩ સીટ મળી હતી. જ્યારે ૪ બેઠક કોંગ્રેસને મળી હતી. જેમાં કોંગ્રેસના ૩ સભ્યોએ ધારાસભ્ય અમિત ચૌધરી સાથે પક્ષપલ્ટો કર્યો હતો. જ્યારે કોંગ્રેસના એક સભ્યએ છેલ્લે સુધી કોંગ્રેસને પકડી રાખી હતી. ભાજપે ત્રણમાંથી ૨ની ટીકીટ કાપી હતી. જ્યારે એકને રીપીટ કરતા ભાજપમાંથી વિજેતા થયા હતા.૭ વોર્ડમાં જે ઉમેદવાર વિજેતા બન્યા છે. તેમાં વોર્ડ ૧માં ભાજપના પારૂલ શાહ, ગીતા ઠાકોર, દિગ્વિજયસિંહ રાઓલ, કોંગ્રેસના મફત પટેલ,  વોર્ડ ૨મા ભાજપના મીના પટેલ, બાબુ પટેલ, કોંગ્રેસના ગીતા પટેલ અને કિર્તિ પરમાર, વોર્ડ ૩માં ભાજપના ભારતી દરજી, રૂપલ જાની, રાજુજી ઠાકોર અને કમલેશ પટેલ, વોર્ડ ૪માં કોંગ્રેસના સુનિતા પ્રજાપતિ, સોનલ ઠાકોર, વિજયસિંહ રાઓલ, લક્ષ્મણ રાવળ, વોર્ડ ૫માં કોંગ્રેસના રંજન પટેલ, સુનિતાબેન દેવીપૂજક, આશિષ પટેલ, ડૉ. પંકજ પટેલ, વોર્ડ ૬માં ભાજપના કૈલાસ પટેલ, મોહન પુરોહિત, મહેશ પટેલ અને કોંગ્રેસના સુનિલ પટેલ,  વોર્ડ ૭માં ભાજપના કૈલાશ પટેલ, જ્યોત્સના ઠાકોર, બાબુજી ઠાકોર અને કોંગ્રેસના નિરમા પ્રજાપતિ વિજેતા થયા હતા.

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next articleવિધાનસભામાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રજાને અધિકાર : પરેશ ધાનાણી