રાજ્યનો સર્વાગી વિકાસ થાય તેવુ બજેટ રજુ થયુ : જિલ્લા ભાજપ

784
bvn2122018-10.jpg

ગુજરાત રાજ્ય ઉપ મુખ્યમંત્રી અને નાણાપ્રધાન નિતીનભાઈ પટેલે ગુજરાત સરકારનું બજેટ રજુ કર્યુ આ બજેટ સમાજના દરેક જન સમુદાયને સ્પર્શતુ વિકાસલક્ષી બજેટ છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈન્ડિયા ફર્સ્ટ સપનાને રજુ કરતા બજેટ છે.
૨૦૧૮-૨૦૧૯ના બજેટમાં રાજગાર માટે ૧૭૩૨ કરોડ ફાળવાયા છે. શિક્ષણ માટે ૨૭૫૦૦ કરોડ, સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ માટે ૯૭૫૦ કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે ૩૦૮૦ કરોડ, ઉદ્યોગ અને ખાણ માટે ૪૪૧૦ કરોડ, જળ સંપત્તિ અને કલ્પસર માટે ૧૪૮૯૫ કરોડ, માર્ગ અને મકાન માટે ૯૨૫૨ કરોડ, જેમા મકાન બનાવવા ૫૪૨૦ કરોડ ફાળવાયા છે.
આ રાજ્ય સરકારના બજેટને આવકારતા ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, મહામંત્રીઓ દિલીપભાઈ શેટા, નારણભાઈ મોરી, ઉમેશભાઈ મકવાણા તેમજ જીલ્લા પ્રવકતા કિશોરભાઈ ભટ્ટે જણાવ્યુ છે કે ભાવનગર જિલ્લા માટે મહત્વપૂર્ણ ફાળવણીઓ કરવામાં આવી છે. અલંગ શીપયાર્ડ નારી ફલાઈ ઓવર, જવાહર કોલોની અંડર પાસે જેવી મહત્વપૂર્ણ ફાળવણીઓ કરવામાં આવી છે. 
સામાજીક ન્યાય માટે ૩૬૪૧ કરોડ, શેડ્યુલ ટ્રાઈબ માટે ૨૨૦૦ કરોડ, ખોરાક અને પુરવઠા માટે ૧૧૦૨ કરોડ, પંચાયત ગ્રામીણ હાઉસીંગ વિકાસ માટે ૭૨૩૯ કરોડ, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે ૫૨૧ કરોડ, વન અને પર્યાવરણ માટે ૧૨૮૭ કરોડ, કલાઈમેટ ચેન્જ માટે ૧૦૩ કરોડ, બંદર અને ટ્રાન્સપોર્ટ માટે ૧૪૩૧ કરોડ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તીઓ માટે ૫૮૧ કરોડ, રેવન્યુ વિભાગ માટે ૩૦૭૦ કરોડ, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટીંગ માટે ૧૭૪ કરોડ ફાળવાયા છે. અલંગ શીપ યાર્ડના મોર્ડનાઈઝેશન માટે ૨૦ કરોડ, નારી સર્કલ ફલાઈ ઓવર અને જવાહર કોલોની અન્ડર પાસે માટે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે.
એશીયાટીક સિંહના સંરક્ષણ માટે ૪ કરોડ, ગ્રામીણ ક્ષેત્રોમાં શુધ્ધ પીવાના પાણીની સુવિધા વિકસાવવા માટે ૨૮૦૦ કરોડ, ૫૦૬ કરોડ ગુજરાત બીન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે ફાળવાયા છે, ૬૪ કરોડ રૂા.૧૮૪ લાખ સ્કુલની વિદ્યાર્થીનીઓને સાઈકલ ફાળવવા માટે, સાઈબર ફાળવવા માટે સાઈબર ક્રાઈમને નાથવા માટે ૪ નવા પોલીસ સ્ટેશન, ૫૯૨ કરોડ અમદાવાદ મેટ્રો પ્રોજેકટ માટે, નર્મદા કેનાલની કામ માટે ૪૮૮ કરોડ, આવનારા સમયમાં ૩૦,૦૦૦ નવી સરકારી નોકરીઓ માટે ૭૮૦ કરોડ, હાલના ૮૭ ઉપરાંત શ્રમીક અન્નપૂર્ણા યોજના માટે ૭૧ નવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે જેના માટે ૮૦ કરોડ ફાળવાયા, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને લગતા વિજળી કનેકશન માટે ૧૯૨૧ કરોડના ખર્ચે ૧.૨૨ લાખ નવા કનેકશનો ફાળવવામાં આવશે, ગૌશાળા અને પાંજરાપોળના વિકાસ માટે ૪૪ કરોડ મેડીકલ કોલેજોમાં વર્ચ્યુઅલ કલાસરૂમ શરૂ કરવા, ભૂમી જળ સંરક્ષણ જમીન સુધાર માટે ૫૮૪ કરોડ, ખેત પેદાશ પર લીધેલા ફરજ પર શુન્ય ટકા વ્યાજથી ધીરાણ માટે ૫૦૦ કરોડ, મુખ્યમંત્રી એપ્રેટીસ યોજના માટે યુવાઓને ટ્રેનીંગ માટે પ્રતિ માહ ૩૦૦૦ રૂા.આપવામાં આવશે, ચાર નવા ઈ-રેડીએશન પ્લાન્ટ શરૂ કરાશે. 
વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને મા વાત્સલ્ય યોજનાનો લાભ મળશે આમ સમાજના તમામ વર્ગને આવરી લેતી ફાળવણીથી ગુજરાત પ્રગતીના પંથ પર વધુ અગ્રેસર થશે અને સર્વાંગી વિકાસ થશે.

રાજ્યના વિકાસલક્ષી બજેટને શહેર ભાજપ દ્વારા આવકાર

ભાવનગર, તા.ર૦
ગુજરાતમાં નવી સરકારની રચના બાદ વિજયભાઈ રૂપાણી સરકારના પ્રથમ બજેટને આજે વિધાનસભાના ફ્લોર પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રજૂ કર્યુ હતું. જેને આજે શહેર ભાજપાએ આવકાર્યુ હતું અને એક પણ પ્રકારના વેરા વધારા વગર પ્રજાની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ કરનારૂ વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું.
આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનું આજનું બજેટ સરકારના સુશાસનનો નમુનો છે. જેમાં પ્રજા પર એક પણ પ્રકારનો વધારાનો વેરો નાખ્યા વગર રાજ્ય સરકારની વિકાસયાત્રાનું પ્રતિબિંબ પાડતું આ બજેટ રાજ્યના તમામ લોકોને આવરતું સાર્વત્રીક અને સર્વસ્પર્શી બજેટ છે.
તેઓએ આજના બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના માટે આશિર્વાદ સમાન માં વાત્સલ્ય યોજનાની આવક મર્યાદા વધારાતા હવેથી ૩ લાખ સુધીની આવક વાળા પરિવારોને આ યોજનાનો લાભ મળતા હવેથી રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગીય વધુ પરિવારોને મા વાત્સલ્ય યોજના નીચે સારવાર અને સહાયનો ૩ લાખ સુધીનો લાભ મળશે. કીડની લીવર પ્રત્યાર્પણ માટે પ લાખ સુધીની સહાય, ની રીપ અને હીપ રીપ્લેસમેન્ટ માટે ૮૦ હજાર સુધીની સહાય, રાજ્યની ૯૩૦૦૦ આંગણવાડી વર્કરોને પ૦ હજારનો જીવન વિમો, આશા વર્કર બહેનોના ઈન્સેટીવમાં વધારો, ૩૦ હજારથી વધુ સરકારી કર્મચારીઓ ઉપરાંત ૪ લાખ યુવાનોને સીધા ભરતી મેળામાં રોજગારી આપવામાં આવતા ગુજરાતનું યુવાધન સમૃધ્ધ બનશે.
આજે રજૂ કરવામાં આવેલ રાજ્યના બજેટને શહેર મહામંત્રીઓ વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા, મહેશભાઈ રાવલ, સાંસદ, ધારાસભ્ય, મેયર, કોર્પોરેશન અને શહેર સંગઠનના પદાધિકારીઓએ આવકાર્યુ હતું.