સમાજિક ન્યાય અધિકારિતા કામો પાછળ ૩,૬૪૧ કરોડ

789
guj2122018-13.jpg

રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના કામો માટે કુલ રૂ.૩૬૪૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં રાજયના કુલ ૫૮ લાખ વિદ્યાર્થીઓને પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ માટે રૂ.૩૭૪ કરોડ આપવામાં આવશે. તો સમાજ સુરક્ષા વિભાગની વૃધ્ધ પેન્શન યોજના માટે રૂ.૪૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ સિવાય રાજયમાં આદિજાતિ વિકાસ માટે બજેટમાં રૂ.૨૨૦૦ કરોડ જેટલી ફાળવણી કરાઇ છે. સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હેઠળની કામગીરીમાં સરકારે કેટલીક જોગવાઇ વિદ્યાર્થીઓ, કન્યાઓ અને વૃધ્ધોને ધ્યાનમાં રાખીને કરી છે.  જેમાં ધોરણ-૧થી ૮ના વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂ.૧૪૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તો, વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને છાત્રાલયોમાં વિનામૂલ્યે રહેવા ઉપરાંત, જમવાની સુવિધા માટે રૂ.૧૬૨ ફાળવવામાં આવ્યા છે. આ સિવાય સમાજ સુરક્ષા વિભાગની વૃધ્ધ પેન્શન યોજના માટે કુલ રૂ.૪૭૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જયારે કુંવરભાઇ મામેરું યોજના માટે રૂ.૩૦ કરોડ, વિનામૂલ્યે સાયકલ યોજના માટે રૂ.૬૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાત બિનઅનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ માટે કુલ રૂ.૫૦૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બીજીબાજુ, રાજયના આદિજાતિના વિકાસકાર્ય માટે રૂ.૨૨૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. જેમાં વનબંધુ યોજના માટે રૂ.૧૩૨૭ કરોડ ફાળવવામાં આવ્યા છે. તો રાજયના આદિજાતિ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને સવલતો માટે રૂ.૫૦૮ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય રાજયના સરકારી છાત્રાલયો માટે રૂ.૧૭૧ કરોડ અલગથી ફાળવવામાં આવ્યા છે. આ જ પ્રકારે પ્રિ-મેટ્રિકના ૧૫ લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.૧૪૨ કરોડની પણ જોગવાઇ બજેટમાં કરાઇ છે