નિબંધ સ્પર્ધામાં ઋત્વીબેનની ઝળહળતી સિધ્ધિ

1143
guj222018-1.jpg

અત્રેની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ-જાફરાબાદ જિ.અમરેલીમાં ટીવાયબીએમાં અભ્યાસ કરતી રાઠોડ ઋત્વીબેને સરકારી વિનયન કોલેજ-ગાંધીનગર દ્વારા રાજ્યસ્તરીય નિબંધન સ્પર્ધા વિજયપદ્મ ર૦૧૭-૧૮નું આયોજન કરવામાં આવેલ. જેમાં સરકારી કોલેજ જાફરાબાદની વિદ્યાર્થીની રાઠોડ ઋત્વીબેને ઉદ્યોગ સાહસિક્તાથી સ્વરોજગાર-બેરોજગારીનો એકમાત્ર ઉપાય વિષય પર નિબંધ સ્પર્ધા ભાગ લેતા રાઠોડ ઋત્વી પ્રથમ ક્રમે આવતા સરકારી વિનયન કોલેજ ગાંધીનગર દ્વારા તા.૧૬-ર-ર૦૧૮ના રોજ તેમનું વિજયપદ્મ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સરકારી કોલેજ જાફરાબાદને ફરતું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. આ તકે સમગ્ર કોલેજ પરિવારે રાઠોડ ઋત્વીને અભિનંદન પાઠવ્યા હતા.