ભુરખીયા ધામ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

925
guj222018-3.jpg

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રમણી આરોપણ કેમ્પ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ ઓફ સિટી અમરેલી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ વિના મૂલ્યે નેત્રા નિદાન કેમ્પ સુદર્શન નેત્રાલય દ્વારા સવારના ૮-૦૦ થી બપોરના ૧-૦૦ કલાક સુધી સેવારત રહેશે તા૨૧/૨ને બુધવારે ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે યોજાશે આ કેમ્પ માં દર્દી નારાયણોને નીચે મુજબની સેવા ઉપરાંત ચશ્માના નંબર ચેક કરવામાં આવશે. 
દામનગર સહિત ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ સેવારત સંસ્થાઓ ના સંકલનથી યોજાતા મેડિકલ કેમ્પનો જરૂરિયાત મંદ દર્દી નારાયણોએ લાભ મેળવવા અનુરોધ  આંખના રોગ, મોતિયા, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ, કિકી પડદા જેવી ખામીઓનું નિદાન સુદર્શન નેત્રાલયના તબીબી સ્ટાફ દ્વારા કરવામાં આવશે.
મોતિયાના દર્દીઓને સંપૂર્ણ મફત તપાસ સારવારને ઓપરેશન નેત્રમણી આરોપણ જેવી સુવિધા આપવા આવશે દર માસના ત્રીજા બુધવારે યોજાતા સંપૂર્ણ ફ્રી નેત્રનિદાન કેમ્પમાં જરૂરિયાત મંદ દર્દી નારાયણોએ લાભ મેળવવા અનુરોધ તેમ સુમનભાઈ તલવાડિયા, જયેશભાઇ પંડ્યા, મનોજભાઈ કાનાણી, મુકેશભાઈ અકબરી, સોમજીભાઈ કીર્તિભાઈ ભટ્ટ ની યાદી માં જણાવ્યું છે 

Previous articleનિબંધ સ્પર્ધામાં ઋત્વીબેનની ઝળહળતી સિધ્ધિ
Next articleલાઠીના અગ્રણી ઉદ્યોગપતિ લાઠીની મુલાકાતે