લાઠીના અગ્રણી ઉદ્યોગપતિ લાઠીની મુલાકાતે

755
guj222018-2.jpg

લાઠી શહેરમાં આરોગ્ય ક્ષેત્રે નમૂના રૂપ કાર્ય કરનાર એસ આર કે ગ્રુપના ગોવિંદભગત ધોળકિયા દ્વારા લાલજીદાદાના વડલાની મુલાકાત લાઠી તાલુકાના દુધાળાના હાલ સુરત રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિદભાઈ ધોળકિયા પોતે સ્થાપેલ આરોગ્ય ધામ લાલજીદાદાના વડલાની શુભેચ્છા મુલાકાતે આવ્યા લાઠી તાલુકામાં આરોગ્ય અંગે નમૂના રૂપ કાર્ય કરી આખા તાલુકાને સ્કેન કરી અતિ મોંઘી લેબોટરી કરી સુનિશ્ચિત ભવિષ્ય કરતા ગોવિદભાઈ ધોળકિયા સાથે તત્કાલીન મહામાંહિમા ડો એ પી કલામ ખૂબ પ્રભાવીત થયા હતા અને આરોગ્ય સેવા શાખા પ્રશાખામાં વિસ્તરે તેવી નેમ સાથે માદરે વતનમાં અતિ આધુનિક હોસ્પિટલ ઉભી કરી જ્યાં માનવ સેવા માટે વાત્સલ્યના ઘેઘુર વડલા જેવી તબીબી સેવા અપાય છે તે લાઠી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ આરોગ્ય ધામ લાલજીદાદાના વડલાની મુલાકાત લેતા સ્થાપક ગોવિદભાઈ ધોળકિયા સામન્ય નાગરીક જેમ દર્દી નારાયણોની ઓપીડામાં બેચી દર્દી નારાયણો સાથે હોસ્પિટલ અંગેની સેવા શ્રુશુતા કેવી છે ? તબીબી સ્ટાફ ટ્રસ્ટીઓની સેવા અંગે માહિતી મેળવી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી .  
લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય ક્ષેત્રે સુંદર કાર્ય કરતી સંસ્થા લાલજીદાદાનો વડલો ખરા અર્થમાં વડલાની ઘેઘુર છાયા છે તેથી ખૂબ ખુશી સાથે તમામ ટ્રસ્ટીઓ તબીબી સ્ટાફ સ્થાનિક સામાજિક અગ્રણીઓની સાથે આરોગ્ય સેવા વધુને વધુ બહેતર બને તે માટે ચર્ચાઓ કરી હતી. વ્યસન મુક્તિ સામાજિક સંરચના ઓ માં સુધારાવાદી ઉપરાંત મોટિવેશન સેમિનારના પ્રખ્યાત વક્તા ગોવિદભક્ત ધોળકિયાએ લાઠી તાલુકા ભરના શહેરી અને ગ્રામ્યમાં રામકૃષ્ણ અબ્દુલ કલામ આરોગ્ય પ્રોજેકટ હેઠળ સુંદર કાર્ય કરી તબીબી ક્ષેત્રે ક્રાંતિકારી સફળતા મેળવી માનવસેવ માટે ખૂબ રચનાત્મક કાર્યો કરતા ભક્તની શુભેચ્છા મુલાકાત લઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી. 

Previous articleભુરખીયા ધામ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો
Next articleજુની બારપટોળી ગામે સંતવાણી કાર્યક્રમ યોજાયો