અરવિંદભારતીબાપુ, મોરારિબાપુ સાથે રામકથાનું રસપાન કરવા આફ્રિકા જશે

950
guj222018-7.jpg

બાબરીયાધારની પવિત્ર ભૂમિ અને સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી અને સંતવાણી આરાધક અરવિંદભારતીબાપુ પૂજ્ય મોરારિબાપુની કૃપાથી આફ્રિકા નૈરોબી તા.રર તારીખે રવાના થશે.
બાબરીયાધાર ગામની પવિત્ર ભૂમિ રાજુલા તાલુકાના વિશ્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરના પૂજારી અને સંતવાણીડાયરાના ભજન સમ્રાટ અરવિંદભારતીબાપુ જે પૂજ્ય મોરારિબાપુની રામકથા કેન્યા ખાતે તા.ર૪ના રોજ પ્રારંભ થનાર હોય તે રામકથા શ્રવણ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા ભારતીય સંસ્કૃતિના રખેવાળ જેમ બારોટ, સાધુ, બ્રાહ્મણ આદિકાળથી છે. કુળ ગુરૂ, કુળ બારોટ અને કુલ ગુરૂ આ ત્રણ મુળભૂત ભારતીય સંસ્કૃતિના રખેવાળ છે જ તેમાં મોરારિબાપુ રાત-દિવસ જોયા વિના વિસરાઈ જતી સંસ્કૃતિને ટકાવી રાખવા અને વિદેશોમાં વસતા આપણા બહુસંખ્યક ભારતીયો સાથે વિદેશમાં અબુધારી જેવા મુસ્લિમ દેશોમાં પણ રામકથાના રસપાનથી લોકોને ઘેલા કર્યા છે તેવી અદ્દભૂત કથા રસપાન કરવા અરવિંદભારતીબાપુને મોરારિબાપુની કૃપાથી વિદેશ જવાનો અવસર અપાતા ચાહકોની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

Previous articleટાઢાવડ ગામેથી પદયાત્રી સંઘનું દ્વારકા સુધી પ્રસ્થાન
Next articleપાલિકામાં પક્ષ વિરોધી ફોર્મ ભરતા સિહોર આઈટી સેલના બેના હોદ્દ રદ્દ