છેતરપીંડી અને વિશ્વાસઘાતનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

697
bhav23-2-2018-4.jpg

દાહોદ જિલ્લામાં છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ 
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મળી  આવેલ બાતમી આધારે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે આવતાં દાહોદ જિલ્લાનાં રણધીકપુર પો.સ્ટે.  ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦, ૫૦૬(૨), ૧૧૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી રીઝવાનભાઇ ઉસ્માનભાઇ અલીયાણી ઉ.વ.૨૫ રહે. ડુંગર તા .રાજુલા જી.અમરેલીવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ. આ કામગીરીમાં એલ. સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ,મહિપાલસિંહ ગોહિલ ,શિવરાજસિંહ સરવૈયા, મીનાઝભાઇ ગોરી,શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.