બંદરરોડ પરથી ચોરી કરેલ ટોરસટ્રક સાથે ત્રણ ઝડપાયા

887
bhav23-2-2018-5.jpg

ગત તા.૧૮-૩ના રોજ વહેલી સવારે બંદરરોડ પરથી ટોરસટ્રકની ચોરી થવાની ગંગાજળીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી જે ગુનામાં ગંગાજળીયા પોલીસ ટીમ અને એલ.સી.બી. ટીમે શહેરનાં ત્રણ ઈસમોને ટોરસ ટ્રક સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.
ભાવનગર,ગંગાજળિયા પોલીસ સ્ટેશન ડી સ્ટાફ ના માણસો તથા એલ.સી.બી શાખાના સ્ટાફના માણસોને બાતમી મળેલ કે ત્રણ ઈસમ ઇરાફનભાઈ ઉર્ફે ગુણો ઉસમાન ભાઈ કાલવા ઉ.વ.૨૯   રહે.વડવા કાછિયા વાડ, ભાવનગરવાળો અકિલ હસુભાઈ દલ ઉવઃ ૨૦ રહે મોતી તળાવ કાદારી મસ્જિદ ભાવનગર તથા ઇસ્માઇલ ભાઈ અબદુલકાદર ભાઈ કાપડિયા ઉવઃ ૪૪ રહે શિશુવિહાર સર્કલ સ્ટાર એ સાઈન ભાવનગર વાળો રૂવાપરી રોડે એકસેલ પાસે ચોરી કરેલ ટોરસ ટ્રક જેના રજી ન ય્ત્ન ૦૩ ઉ ૭૮૭૪ મુદામાલ સાથે  મળી આવેલ ઇસમોની પુછપરછ કરતાં તેણે ગઈ તા ૧૮/૩/ ના  વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે બંદર રોડે આવેલ મારૂં પેટ્રોલ પમ્પ પાસે થી  ઉપરોકત ટ્રક ચોરી કરી  હોવાની કબુલાત કરેલ. આ અંગે ગંગાજળિયા  પો.સ્ટે.માં દશરથસિંહ શાંતુભા જાડેજા  રહે. મિલટી સોસાયટી  ભાવનગરવાળાએ ગઇ તા.૧૯/૨/૧૮ નાં રોજ તેને ટ્રક  ચોરી અંગેની ફરીયાદ લખાવેલ.  આ કામગીરીમાં ગંગાજળિયા પોલીસ સ્ટેશન  નાં પો.ઇન્સ. કે.સી.ઝાલા  તથા એલ.સી.બી શાખા ના પો.ઇન્સ  ડી.એમ.મિશ્રા તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશનના  ડી સ્ટાફ પો.સબ ઇન્સ. એમ.એસ.જાડેજાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગંગાજળિયા પોલીસ સ્ટેશન સ્ટાફનાં  હેડ કોન્સ જયરાજસીહ જાડેજા , કામલેશદાન ગઢવી , મિતેશભાઈ  જોશી, સુખદેવસિંહ ગોહિલ , વિજયસિંહ ગોહિલ  તથા પો.કો વનરાજભાઇ ખુમાણ , ધર્મેન્દ્રસિંહ ચુડાસમા , મંદીપસિંહ ગોહિલ , હિરેનભાઈ માકવાણા, તથા એલ સી.બી  સ્ટાફ  હેડ કોન્સ શિવરાજસિંહ સરવૈયા તથા માહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ સજયસિંહ ઝાલા , ધર્મેન્દ્રસિંહ સરવૈયા , જયરાજસિંહ ખુમાણ , ચંદ્રસિંહ વાળા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous article છેતરપીંડી અને વિશ્વાસઘાતનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Next article શિક્ષણ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માની જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક