કોલગેટની નવી કટ, પ્લે એન્ડ લર્ન ઓફર

999
guj23-2-2018-4.jpg

ઓરલ કેરમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડે આ મહિને તેની કટ, પ્લે એન્ડ લર્ન ઓફરની ચોથી આવૃત્તિ રજૂ કરી છે. ટૂથપેસ્ટનાં કાર્ટન્સની અંદર મુદ્રિત અલગ અલગ પાત્રોનો ઉપયોગ કરીને આ વાર્ષિક ઓફર બાળકોને તેમની પોતાની વારતાઓ ઘડી કાઢવા પ્રોત્સાહન અને અભિમુખ બનાવે છે, જે સાથે તેમની કલ્પના અને જ્ઞાનાકાર કુશળતાઓ નિર્માણ કરવામાં મદદ કરે છે.કોલગેટ સ્ટ્રોંગ તીથનાં મર્યાદિત એડિશનનાં પેક્સ પર ઉપલબ્ધ આ વર્ષે કટ પ્લે એન્ડ લર્ન ઓફરની થીમ મેજિકલ જંગલ સફારી રહેશે, જેમાં ટ્રેઝર હંટ, કેમ્પિંગ ને સફારી એક્સપીરિયન્સ ફરતે વીંટળાયેલાં પેક્સના ત્રણ અલગ અલગ સેટનો સમાવેશ રહેશે. આ બધા ત્રણ સેટમાં બાળકોને જંગલ સફારીનાં સાહસો શીખવા માટે કાર્ટનની અંદર અલગ અલગ પાત્રો મુદ્રિત હશે, જે તેમને કાપો, રમો અને શીખો માટે પ્રોત્સાહન આપે છે. ઉપરાંત ડિજિટલ મંચો પર સતત પરોવાઈ રહેતા બાળકોની ચિંતા કરતા મોટા ભાગના નવી પેઢીના વાલીઓ માટે કોલગેટ દ્વારા કટ, પ્લે એન્ડ લર્ન પ્રવૃત્તિ તેમના બાળકોને કળા અને હસ્તકળાની ક્લાસિક સ્ટાઈલમાં પાછા લાવવાની અને તેમની ક્રિયાત્મકતાને પાંખો આપવાની મહત્ત્વપૂર્ણ રીત છે.આ ઓફર વિશે બોલતાં કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ઈસ્સામ બચ્છાલાનીએ જણાવ્યું હતું કે કોલગેટ સ્ટ્રોંગ તીથ પર કટ, પ્લે એન્ડ લર્ન ઓફર અમારા નાવીન્યપૂર્ણ પેકેજિંગના ઘણા બધા દાખલામાંથી એક છે, જ્યાં અમે અમારા ટૂથપેસ્ટના કાર્ટનના સ્વરૂપમાં બાળકો માટે મોજીલું શીખવાનું સાધન આપીએ છીએ.કોલગેટ કટ પ્લે એન્ડ લર્ન ઓફર ભારતમાં બધા રિટેઈલ આઉટલેટ્‌સમાં કોલગેટ સ્ટ્રોંગ તીથ ટૂથપેસ્ટનાં ૫૪ ગ્રા, ૧૦૦ ગ્રા, ૧૫૦ ગ્રા, ૨૦૦ ગ્રા, ૩૦૦ ગ્રા અને ૫૦૦ ગ્રા પેક્સમાં મળશે. અગાઉ કોલગેટ કટ, પ્લે એન્ડ લર્ન પ્રોગ્રામની થીમોમાં મેજિકલ સ્પેસ એડવેન્ચર (૨૦૧૭), મેજિકલ સી વર્લ્ડ (૨૦૧૬) અને મેજિકલ કેસલ (૨૦૧૫)નો સમાવેશ હતો.

Previous article શહેરમાં પ વર્ષ પુર્વે બંધ કરાયેલ પાસપોર્ટ કેન્દ્રનો ફરિ પ્રારંભ
Next articleધામેલ ગામે વૃધ્ધ દંપતિને બાંધી ૬૮ હજારની લૂંટ ચલાવનાર ત્રણ ઝડપાયા : હજુ બે ફરાર