ફેદરા ગામ પાસે બેકાર વચ્ચે ટકકર થતાં આઠ માસના બાળકનું મોત, પાંચને ઈજા

870
guj23-2-2018-2.jpg

આજે સાંજના ૪.૧પ વાગ્યાના સુમારે પટેલ પરિવાર ગોંડલ ખાતે આવેલ અક્ષર દેરી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે ફેદરા ગામ પાસે સામેથી આવી રહેલ કાર સાથે ટકકર થતાં પટેલ પરિવારના નવજાત બાળકનો અકસ્માતમાં કાળનો ભોગ બનવા પામતા પટેલ પરિવાર ઘેરા શોકમાં ડુબ્યો હતો.
અકસ્માત ઘટનાની વિગત પ્રમાણે જુનાગઢ એ.ડીવીઝનમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા મહિપતસિંહ છત્રસિંહ ચુડાસમા રહે. ઉંચડી, તા. ધંધુકાના જેઓ ગુજરાત હાઈકોર્ટમાં કોઈ કેસ અંતર્ગત મુદતમાં જઈ પોતાની કાર નં. જી.જે.૧૦ સી.જી. પ૧૮૧ સાથે ફેદરા પહોંચ્યા ત્યારે સામેથી ફિગો કાર નં. જી.જે.૧ કે.જી. ૯૭૮રની સામ સામે ટકકર થતાં અકસ્માત સર્જાયો હતો, ધંધુકા તરફથી તારાપુર સાઈડમાં જઈ રહેલ પટેલ પરિવારે પોતાનું નવજાત શિશુ ગુમાવ્યાથી ભારે શોકમાં ડુબ્યું હતું. પટેલ પરિવારના કેતનભાઈ વલ્લભભાઈ પટેલ (ઉ.વ.૩૧) તેમની પત્ની દર્શનાબેન સાથે કેનેડા ફરવા ગયા હતાં ત્યાં જ તિલક નામના બાળકનો જન્મ થયો હતો. બે દિવસ અગાઉ જ સ્વદેશ આવ્યા બાદ ગોંડલ ખાતે આવેલ અક્ષર દેરી સ્વામિનારાયણ મંદિરે દર્શન જઈ પરત ફરતાં બાળકો ગુમાવ્યું હતું.