કેટીએમ દ્વારા રાજકોટ ખાતે રોમાંચક સ્ટન્ટ શોનું આયોજન

1299
guj23-2-2018-3.jpg

યુરોપીયન રેસિંગ લિજેન્ડ કેટીએમ દ્વારા રાજકોટમાં દિલધડક અને રોમાંચક કેટીએમ સ્ટન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટન્ટ શોનું આયોજન માઈન્ડબ્લોઈંગ સ્ટન્ટ રાઈડ્‌સ અને પ્રોફેશનલ સ્ટન્ટ રાઈડર્સની ટ્રીક્સ દર્શાવવા માટે કરાયું હતું.
આ સ્ટંટ શો વીર સાવરકર રેસ કોર્સ ઇન્દૂર સ્ટેડિયમ, રાજકોટ ખાતે આયોજીત કરવામાં આવ્યું હતું.
બજાજ ઓટો લિ.ના પ્રોબાઈકીંગના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ  અમિત નંદીએ કહ્યું હતું, ‘કેટીએમ બ્રાન્ડ તેના હાઈ પર્ફોર્મન્સ રેસિંગ બાઈક્સ માટે જાણીતું છે અને અમે હંમેશાં ઈચ્છીએ છીએ કે ગ્રાહકો કેટીએમ બાઈક્સ જે સાહસ અને રોમાંચ આપે છે તેનો અનુભવ કરે. પ્રોફેશનલ્સ સ્ટન્ટ શોનું દરેક મોટા  શહેરમાં આયોજન કરવામાં આવે છે અને તેમાં આગળના સમયમાં હજુ પણ વધારો કરવામાં આવશે. કેટીએમ એક એક્સ્લુઝિવ પ્રિમિયમ બ્રાન્ડ છે અને અમે આતુરતા દર્શાવીએ છીએ કે અમે કેટીએમ ગ્રાહકોને આ અનોખા કેટીએમનો ખાસ અનુભવ આપી શકીએ.’ આ  ઈવેન્ટ તમામ લોકો માટે ખુલ્લી મુકાઈ હતી અને રોમાંચક સ્ટન્ટ્‌સથી શહેરમાં ધૂમ મચી ગઈ હતી.  અત્યાર સુધીમાં કેટીએમ સ્ટન્ટ શોનું આયોજન  અમદાવાદ, કાંચીપુરમ, કોઈમ્બતુર, ચેન્નઈ, વિજયપુર, લખનઉ, ઈન્દોર, જબલપુર, ઔરંગાબાદ, જમ્મુ, જલંધર, જોધપુર, વારાણસી, બરેલી, વડોદરા, હિંમતનગર, વાપી, સુરત અને અન્ય ઘણાં શહેરોમાંં કરાયું છે.

Previous article ફેદરા ગામ પાસે બેકાર વચ્ચે ટકકર થતાં આઠ માસના બાળકનું મોત, પાંચને ઈજા
Next article ઉનાળા પૂર્વે નર્મદા ડેમમાંથી ડેડવોટર ખેંચવાની શરૂઆત