બીબીઍ કૉલેજનાં ૪૬ વિદ્યાર્થીઓ SHAH ALLOYS Ltd (SAL) ની ઔધોગિક મુલાકાતે 

2031
gandhi24-2-2018-1.jpg

કડી સર્વવિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કૉલેજ ઓફ બિજનેસ ઍડમિનીસ્ટ્રેશન(બીબીએ) દ્વારા ૪૬ વિદ્યાર્થીઓને ઔધોગીક મુલાકાત માટે ગાંધીનગર જીલ્લા ના સાંતેજ  ખાતે ન પ્રતિષ્ઠિત શાહ SHAH ALLOYS Ltd કંપનીમાં લઈ જવામાં આવ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે  સ્ટીલ ના બજાર માં મોખર નું સ્થાન ધરાવે છે. મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ ખાલી પુસ્તકીયુ જ્ઞાન મેળવે તો સમાજ અને ઉધોગ જગત તેનાથી લાભાન્વિત બની શકે નહી ત્યારે બીબીઍ. કૉલેજ દ્વારા સાંપ્રત સમય ની માંગ ને અનુલક્ષી ને વિદ્યાર્થીઓ ને ત્રણવર્ષ નાં અભ્યાસકાળ દરમ્યાન ૬ વખત ઇંડસ્ટ્રિયલ વિઝિટ કરાવવા નો નિર્ણય લેવા માં આવ્યો છે. વિદ્યાર્થીઓ  અહીંનો વિશાલ પ્લાન્ટ જોઈને તેમાં કામ કરતા કુલ કર્મચારીઓ અનેલ કંપની ના રોકાણ બાબતે જાણી અભિભૂત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે. કે સંસ્થા નો અભિગમ છે. કે કોઈપણ વિદ્યાર્થી વ્યવસાય કે નોકરી વીના ન રહે તે માટે અથાક પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે સંસ્થા દ્વારા Entrepreneurship Cell Œu{s Placement -Internship Programme ચલાવવા માં આવે છે. જેમા વિદ્યાર્થીઓ ની રુચિ પ્રમાણે તેમને કારકિર્દી નું ઘડતર કરવામાં મદદરૂપ થવા માં આવે છે. વિઝિટ દરમ્યાન વિદ્યાર્થીઓનૅ ઉત્પાદનનાં વિવિધ તબક્કાઑ બાબતે સમજાવવામાં આવ્યા. કુલ ૪૬ વિદ્યાર્થીઓનૅ ૨૩- ૨૩ વિદ્યાર્થીઓની ૨ ટીમમાં વિભાજીત કરી પ્રોડક્શન અને ઑપરેશન્સ બાબતે માર્ગદર્શન આપવા માં આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓને “પ્લાન્ટ લે આઉટ” તેમજ ઉત્પાદન નાં વિવિધ તબક્કાઑ માં સંચાલન કેવીરિતે કરવુ તેમજ “પ્લાન્ટ લે આઉટ” ની ગોઠવણી કેવીરીતે  કરવી તે બાબત સમજાવવા માં આવી હતી.પ્લાન્ટ અને પ્રોડક્ષન પ્રક્રિયાથી વાકેફ થયા  બાદ કંપની ના અન્ય એક પાવર  પ્લાન્ટ કચ્છ જીલ્લામાં આવેલ છે. તે  બાબત ની માહિતી આપી હતી. 
તદઉપરાંત વિદ્યાર્થીઓ ઍ બીબીઍ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ વિઝિટ દ્વારા પોતાનામાં કૉર્પોરેટ સુસજ્જતા કેળવવા શુ કરવુ તેની સમજ આપી હતી  જેનાથી વિદ્યાર્થીઓ માં સંતોષ ની લાગણી પ્રવર્તી હતી. 
આમ વિદ્યાર્થીઓઍ કૉલેજમાં અભ્યાસ કરતા વિવિધ વિષયો અને વર્ગખંડ માં  પ્રાપ્ત કરેલ જ્ઞાનનો તુલનાત્મક રીતે પ્રેક્ટિકલ અમલીકરણનો કલાત્મક રીતે અભિગમ કેળવવો તેમજ કૉર્પોરેટ લીડર તરીકે પ્રસ્થાપિત થાય  તેવા લર્નિગ વૅલ્યૂ શીખ્યા હતા તેમજ સંપૂર્ણ વિઝિટ નો રિપોર્ટ બનાવી કૉલેજ ને સુપ્રત ક્રયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ. ઍચ. આર. પોલિસી તેમજ માર્કેટીંગ અને ફાઇનાન્સ ને લગતા પ્રશ્નો પુછવા માં આવ્યા હતા જેના તેમને સંતોષજનક પ્રત્યુતર મળ્યા હતા.જેથી વિદ્યાર્થીઓ ને ભવિષ્ય માં કંપની ની સ્થાપના વખતે આવનાર પડકારો બાબતે માહિતી મળી હતી. જે ઉધોગસાહસિક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.