બંદર રોડ VIP નજીક ટ્રકમાંથી તોતીંગ ગીયર માથે પડતા વૃધ્ધનું સ્થળ પર મોત

737
bhav24-2-2018-3.jpg

શહેરના બંદર રોડ પર વીઆઈપી નજીક આવેલ વે-બ્રીજ પાસે સ્કુટર લઈને ઉભા રહેલા વૃધ્ધ પર પસાર થઈ રહેલા ટ્રકમાંથી તોતીંગ ગીયર માથે પડતા સ્થળ પર જ વૃધ્ધનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના હલુરીયા ચોક વોરાવાડમાં રહેતા અકબરભાઈ ઈબ્રાહીમભાઈ રંગવાળા ઉ.વ.૭૦ વીઆઈપીમાંથી પોતાના ઘર તરફ પોતાનું સ્કુટર નં.જી.જે.૪ બીજી ર૭પર લઈ જતા તેવેળાએ વે-બ્રીજ પાસે ઉભા હતા ત્યારે ત્યાંથી તોતીંગ ગીયર લઈ પસાર થઈ રહેલા ટ્રક નં.જી.ટી.એસ. ૬૯૮૭માંથી ગીયર અકબરભાઈના માથે પડતા લોહીયાળ ઈજાઓ પહોંચી હતી. બનાવ બનતા એકઠા થયેલ લોકોના ટોળાએ તેમને ગીયર અને ટ્રક વચ્ચે દબાયેલા અકબરભાઈને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ બનતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article શહેરની મહેંદી સ્કુલમાં નિલમ ગોયલનો સેમિનાર યોજાયો
Next article મહુવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળી ભેરલો ટ્રક ભડભડ સળગી ઉઠયો