એશિયાનો સૌથી મોટો મેળો ઈન્ડિયાવુડ-૧૮નું બૈેંગલોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજન થશે

838
guj21-2-2018-1.jpg

લાકડાના કામ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એશિયાના સૌથી મોટા કારોબાર મેળા ઈન્ડિયાવુડ ૨૦૧૮ના દસમાં સંસ્કરણનું આયોજન ૮-૧૨ માર્ચ ૨૦૧૮ વચ્ચે બીઆઈઈસી, બેંગ્લોરમાં કરવામાં આવશે. દેશભરમાંથી વુડ મેન્યુફેક્ચરિંગથી જોડાયેલ કારોબારી બેંગ્લોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં આયોજિત આ પ્રદર્શનીમાં ભાગ લેશે.ઈન્ડિયાવુડ ૨૦૧૮માં ૪૦ દેશ અને ૨૨ રાજ્યો માંથી ૮૫૦ પ્રદર્શક ભાગ લેશે, પ્રદર્શનીમાં ૧૨ દેશોના પેવિલિયન પણ હશે. આ વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રદર્શક ઈન્ડિયાવુડ ૨૦૧૮માં ભાગ લઈ રહ્યા છે. જેમના માટે ઉદ્યોગ જગતથી અપાર સંભાવનાઓ છે. આ પ્રદર્શની એક એવો મંચ છે જેના માધ્યમથી ફર્નિચર ઉદ્યોગથી જોડાયેલ દિગ્ગજોને ફર્નિચર ઉત્પાદનની તકનીકો, વુડવર્કિંગ મશીનો, ઉપકરણો,ફિટિંગ, એક્સેસરીઝ, કાચો માલ વગેરે દર્શાવાની તક મળે છે. ભારતનું ફર્નિચર બજાર દુનિયામાં ૧૪માં સ્થાન પર છે. એક ધારણાના અનુસાર આ ૨૦ ટકા વાર્ષિક દરથી વિકસિત થઈને ૨૦૧૯ સુધી ૩૨ બિલિયન અમેરિકી ડોલરના આંકડાને પાર કરી જશે. જો કે, દેશમાં ફર્નીચર મેન્યુફેક્ચરિંગની પદ્ધતિઓ ઝડપથી બદલાઈ રહી છે, પરંતુ આજે પણ ૬૦ ટકા ફર્નિચર ઉદ્યોગને મલેશિયા અને ચીન જેવા દેશોમાં મુકાબલો કરવામાં સક્ષમ બનાવશે. આનાથી જ્યાં એક તરફ આયાત પર નિર્ભરતા ઓછી થશે, ત્યાં જ નિયાત માટે પણ માર્ગ પ્રશસ્ત થશે. આ અવસર પર શિવ કુમાર વી-વાઈસ પ્રેઝિડન્ટ, પીડીઈ ટ્રેડ ફેયરે કહ્યું, દર વર્ષની સાથે ઈન્ડિયાવુડમાં ભાગ લેવા વાળા પ્રદર્શકો અને દેશોની સંખ્યા વધી રહી છે. ઈન્ડિયાવુડ એક એવો મંચ છે જેના માધ્યમથી પ્રદર્શકોને આધુનિક વુડ તથા ફર્નિચર ઉદ્યોગની સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી દર્શાવવાની તક મળે છે. ઈન્ડિયાવુડ જેવા કાર્યક્રમ ભારતીય ઉદ્યોગને નિર્યાતમાં સક્ષમ બનાવશે અને બજારની માંગને પૂરું કરવા માટે કારગર સાબિત થશે.
 પ્રદર્શનીમાં ભારતના પ્રથમ, દ્વિતિય તથા ત્રીજા સ્તરના શહેરો, દક્ષિણ-પૂર્વીય એશિયાઈ દેશો તથા દક્ષિણી દેશો જેવા કે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ મલેશિયા, મ્યાનમાર, ભૂટાન, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ફિલીપાઈન્સ થી કારીગાર, ફર્નિચર નિર્માતા, હાર્ડવેર વિતરક, ડીલર, પ્લાયવુડ ઉપરાંત પાર્ટીકલ બોર્ડ નિર્માતા જ્ર કારોબારી, લાકડાં ઉત્પાદકોના નિર્માતા, આર્કીટેક્સ, ઈંટિરીયર ડિઝાઈનર, બિલ્ડર ભાગ લેશે.