કલમ ૩૭૦ રદ કરાતા કાશ્મીરી યુવતીઓએ ભાજપા સંસદને રાખડી બાંધી

906

૧૫મી ઓગસ્ટે આઝાદ દિવસ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે જેની ઉજવણી ઠેરઠેર થઇ રહી છે. ત્યારે સુરતમાં પણ રક્ષાબંધની ઉજવણી થઇ રહી છે. સાંસદ સીઆર પાટીલના ત્યાં અનોખી રક્ષાબંધન ઉજવાઇ હતી.

ભારત સરકાર દ્વારા કલમ ૩૭૦ અને ૩૫-એ રદ કરતા જમ્મુ કાશ્મીર સહિત દેશના લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ ખુશીના પ્રસંગે જમ્મુ કાશ્મીરની યુવતીઓએ સાંસદ સીઆર પાટીલને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવી હતી. જમ્મુ કાશ્મીરની યુવતીઓએ ૩૭૦ની કલમ રદ કરવા બદલ મોદી સરકારનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી. જમ્મુની સ્વાતિ શર્મા અને કાશ્મીરની શમીના બટ્ટએ સાંસદ સી.આર. પાટીલને રાખડી બાંધી હતી. યુવતીઓએ જમ્મુ-કાશ્મીરના અચ્છે દિન લાવવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Previous articleઆરોગ્ય વિભાગનાં દરોડા… ૨૮ કિલો દાઝીયું તેલ, ૨ કિલો મકાઈનાં લોટનો નાશ કરાયો
Next articleઉંઝાના મસાલાનાં ભાવ પાક.ને રોવડાવશે, વાયા દુબઈ-અફઘાનથી વેપાર કરશે