દહેગામમાં બીજા દિવસે પણ ગેરકાયદે દબાણો હટાવાયા

630
gandhi2622018-4.jpg

દહેગામ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે શહેરના અમદાવાદ રોડ પરના દબાણો હટાવાયા બાદ શનિવારે રજાનો દિવસ હોવા છતાં પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નહેરૂ ચોકડી વિસ્તારમાં દુકાનોની આગળ કાચા પાકા શેડ તથા ગલ્લા અને ઓટલાના દબાણો દૂર કરાયા હતા.દહેગામ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત શુક્રવારે શહેરના અમદાવાદ રોડ પરના દબાણો હટાવાયા બાદ શનિવારે રજાનો દિવસ હોવા છતાં પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નહેરૂ ચોકડી વિસ્તારમાં દુકાનોની આગળ કાચા પાકા શેડ તથા ગલ્લા અને ઓટલાના દબાણો દૂર કરાયા હતા.
દહેગામ શહેરમાં ચાલી રહેલ દબાણો હટાવવાની કાર્યવાહી અંતર્ગત શનિવારે રજાના દિવસ હોવા છતાં દહેગામ નગર પાલિકા,મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગની ટીમે સંયુક્ત રીતે શહેરના નહેરૂ ચોકડી વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી આરંભી હતી.નહેરૂ ચોકડી નજીક આવેલ દુકાનો આગળ પતરાના તથા તાડપત્રીના શેડ તેમજ ઓટલા બનાવી કરાવાયેલ વીસેક જેટલા દબાણો જેસીબી મશીનથી દૂર કરવામાં આવ્યા હતા. રસ્તામાં નડતર રૂપ લારીઓ પણ હટાવી દેવામાં આવી હતી.
નહેરૂ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કર્યા બાદ અમદાવાદ રોડ પર જીઇબી કચેરી સામે આવેલ કેબિનો દૂર કરાવી ત્યા બનાવવામાં આવેલ શેડ પણ દૂર કરવામાં આવ્યા હતા.શનિવારે રજાનો દિવસ હોવા છતાં પણ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નહેરૂ ચોકડી વિસ્તારમાં દુકાનોની આગળ કાચા પાકા શેડ તથા ગલ્લા અને ઓટલાના દબાણો દૂર કરાયા હતા.