રાજુલા ન.પા.માં પ્રમુખ તરીકે મીનાબેન વાઘેલાની વરણી

874
guj2622018-5.jpg

રાજુલા ખાતે આજે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેક્ટર ડાભી, મામલતદાર કોરડીયા, ચીફ ઓફિસર પરીખ અને શીરસ્તેદાર પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ. જેમાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, બાબુભાઈ રામની હાજરીમાં પ્રમુખ તરીકે મહિલા મીનાબેન પ્રવિણભાઈ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે છત્રજીતભાઈ ધાખડાની સર્વાનુમતે વરણી કરાઈ હતી.રાજુલા ખાતે આજે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા ડેપ્યુટી કલેક્ટર ડાભી, મામલતદાર કોરડીયા, ચીફ ઓફીસર રાકેશ પરીખ તેમજ શીરસ્તેદાર પરમાર દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ જે સમયે બપોરના સાડા અગિયારથી શરૂ થઈ સમયના અંત સુધી બીજુ કોઈ દાવેદારના ફોર્મ રજૂ ન થતા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, બાબુભાઈ જાલોંધરાની હાજરી વચ્ચે પ્રમુખ તરીકે મીનાબેન પ્રવિણભાઈ વાઘેલા જે અગાઉ પણ નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા બજાવેલ અને ઉપપ્રમુખ તરીકે જે રાજુલા દરબારગઢના ભોળાબાપુ ધાખડાના વંશજ ઉત્તરોત્તર નગરપાલિકાનું સુકાન હોય કે ભાજપ પણ રાજુલાની જનતા વેપારીઓ સહિત રાજુલાનું સુકાન ભાણબાપુ ધાખડા પરિવારને જ સોંપતી આવી છે તેવા યુવાનેતા રાજુલા શહેર કોંગ્રેસ પ્રમુખ છત્રજીતભાઈ ધાખડાને નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતા નગરપાલિકાના તમામ હર્ષદભાઈ વાઘ, વિજયભાઈ વાઘ સહિત તેમજ કોંગ્રેસમાં ર૭ સીટના વિજેતા તમામ હાજર રહ્યાં હતા અને રાજુલા શહેરમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પંકજભાઈ કાનાબાર, જિલ્લા કોંગ્રેસ મંત્રી દિપકભાઈ સહિતના ઉપસ્થિતિ રહેલ તેમ ચેતનભાઈ ભુવા તથા હરેશભાઈ ડેરની યાદીમાં જણાવાયું છે.

Previous articleરાજુલામાં સરકારી પડતર જમીનમાંથી ખનીજ ચોરીનું મોટુ કૌભાંડ ઝડપાયુ
Next articleજાફરાબાદ નગરપાલિકામાં પ્રમુખ પદની સર્વાનુમતે વરણી