રાજુલાના વિકટર-ડુંગર રોડ પરથી સાવજનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

737
guj2622018-1.jpg

જુનાગઢ સાસણગીરને બાદ કરતા ગુજરાતમાં એશીયનટીક સિંહોની સંખ્યા વધુ હોય તો તેમાં અમરેલી જીલ્લો મોખરે છે. ખાસ કરીને લીલીયાના બૃહદ ગીર અને રાજુલા, જાફરાબાદ, ખાંભા પંથકમાં ૧૦૦થી વધારે રાની પશુઓ વસવાટ કરી રહ્યા છે. અહીં ગીર વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તાર માફક આવતા રાની પુશઓ રેવન્યુ વિસ્તારમાં વસવાટ શરૂ કર્યો છે. ત્યારે અહીં એશીયનટીક સિંહોની હાલત કફોડી બની છે. હજુ તો પીપાવાવ પોર્ટ ખાતે સિંહ પાછળ ટ્રક દોડવાની ઘટનાની સાહિ સુકાઈ નથી ત્યાં રાજુલાના વિકટર નજીકથી આશરે બેથી અઢી વર્ષના નર સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ રોષ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિક દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગનો મસ મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. 
સિંહના મૃતદેહ મળવાની ઘટના આજરોજ રાજુલાના વિકટર નજીક બની હતી. જયા વિકટરથી બે કિ.મી. દુર ડુંગર રોડ કુંભારીયાની ફાટક પાસે સિંહનો શંકાસ્પદ મૃતદેહ પડ્યો હોવાની પ્રથમ વન વિભાગના રેસ્કયુ ટીમના મંગાભાઈ ધાપાને જાણ થતા સ્થળ પર દોડી ગયા હતાં અને બાદ ઉચ્ચ અધિકારી અને ડુંગર પોલીસને જાણ કરાતા આરએફઓ સાંદુભાઈ તથા ડુંગર પીએસઆઈ સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
જેમાં તપાસ દરમિયાન એવુ જાણવા મળ્યું કે નરસિંહનું મોત વાડીમાં મુકવામાં આવેલ ઈલેકટ્રીક શોર્ટથી અન્ય જગ્યાએ નિપજયું હતું અને બાદમાં વાડી માલિક દ્વારા ઘટનાને રફેદફે કરવા અને પકડાઈ જવાના ડરથી અન્ય લોકો અને વાહનની મદદ વડે મૃતદેહને રાત્રીના સમયે વિકટર નજીક ફેકી દેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. આ નરસિંહ આશરે બેથી અઢી વર્ષનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંહનો મૃતદેહ શંકાસ્પદ હોવાથી એએફસી અને અમરેલી ડીએફઓ શકિકાર બેગમ, ડોકટરો તેમજ એફએસએલ અને ડોગ સ્કવોર્ડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને કબ્જે લઈને બાબરકોટ નર્સરી ખાતે પી.એમ. અર્થે ખસેડાયો હતો. ડીએફઓ શકિરા બેગમ દ્વારા જુદ્દી-જુદ્દી ત્રણ ટીમો બનાવીને અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. જવાબદારો સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી સિંહ પ્રેમીઓમાં માંગ ઉઠી છે. 

Previous articleચાંચ બંદર ગામે આવેલ ઐતિહાસિક હવા મહેલમાં દિપડાએ પડાવ નાંખ્યો
Next articleસાવરકુંડલાના વૃધ્ધ દોડવીરનું મુસ્લિમ જમાત દ્વારા સન્માન કરાયું