સિહોર ન.પા.માં પ્રમુખ પદે સૌપ્રથમવાર મહિલાની વરણી

693
guj2622018-2.jpg

સિહોરના ઇતિહાસમાં સૌ પ્રથમ સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના પ્રથમ મહિલા પ્રમુખનો તાજ સિહોર નગર પાલિકામાં દીપ્તિબેન ત્રિવેદીના શિરે, તથા ચતુરભાઈની ઉ.પ્રમુખ તરીકે વરણી થઈ, બ્રહ્મસમાજના જોશીલા યુવાન બંટીભાઈ ઉર્ફે વિશાલ ભાઈના ધર્મપત્ની દીપ્તિબેનની પ્રમુખ તરીકે વરણી થઈ  છે. 
તાજેતરમાં થોડા દિવસ પહેલા જિલ્લાની ત્રણ નગર પાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં તળાજા ગારીયાધાર સહિત સિહોરમાં યોજાઈ હતી અને જેના પરિણામો ગત ૧૯ તારીખના રોજ જાહેર થઈ ચૂક્યા છે જેમાં સિહોર અને તળાજામાં કોંગ્રેસના પંજાને કચડીને ભગવો લહેરાયો છે જેમાં સિહોરમાં નવ વોર્ડમાં ૩૬ ઉમેદવારોમાં ૨૩ ભાજપ અને ૧૧ કોંગ્રેસ અને ૨ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા જેમાં આજે રવિવારે સિહોર નગર પાલિકાના પ્રમુખ તરીકે સૌથી વધારે સીટ બ્રહ્મસમાજે કબ્જે કરી હતી જેથી ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ અને સ્થાનિક પ્રમુખ શંકરમલ કોકરા , મહામંત્રી અશિષભાઈ પરમાર, હિતેશભાઈ મલુકા તથા હોદ્દેદારોની મહેનત તથા પક્ષના ઉચ્ચ કક્ષા ના હોદ્દેદારો એ બ્રહ્મસમાજ ઉપર વિશ્વાસ મૂકી આજરોજ પ્રમુખની તાંજપોષીમાં બ્રહ્મસમાજના યુવા અગ્રણી બંટીભાઈના ધર્મ પત્ની દીપ્તિબેન પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે જ્યારે ચતુરભાઈ રાઠોડની ઉ.પ્રમુખ વરણી થઈ છે આ વર્ષે પ્રમુખ પદ મહિલા અનામત હોય જેને લઈને સ્ત્રી શક્તિ દ્વારા સિહોર પાલિકાનું સંચાલન કરશે. સિહોર પાલિકાનો પ્રમુખનો તાજ કાંટાળો છે કારણકે સિહોર શહેર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે જે વર્ષોથી ધૂળ ચડી ગયેલી સમસ્યાઓ છે જેને લઈને નવનિયુક્ત મહિલા પ્રમુખ  દીપત્તીબહેન ત્રિવેદી પોતાની આગવી સૂઝબૂઝ અને યોગ્ય કાર્યશૈલીથી સિહોરના પડતર  પ્રશ્નોનું કેટલું ઝડપી હલ કરે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યુ છે 
બ્રહ્મસમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો કે પક્ષે બ્રહ્મસમાજની લાગણી અને માંગણી સ્વીકારી પાલિકાનું સુકાન દીપ્તિબેનને સોંપેલ તે બાબતે આભાર વ્યક્ત કરી હરહર મહાદેવ ના સાદ થી પાલિકા ગુંજી ઉઠી હતી  પ્રમુખની વરણી સમયે ડે. કલેક્ટર, મામલતદાર,શહેર ભાજપ પ્રમુખ શંકરમલ કોકરા, પૂર્વ પ્રમુખ રાકેશભાઈ છેલાણા, મહામંત્રી અશિષભાઈ પરમાર, હિતેશભાઈ મલુકા સહિત તમામ હોદ્દેદારો તથા કાર્યકરો  તથા અજયભાઇ શુકલ, કૌશિકભાઈ વ્યાસ , કેતનભાઈ જાની, કિશનભાઈ મહેતા, યુવાપરશુરામ ગ્રુપ સહિત બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.