જાફરાબાદનાં તમામ ગામનાં સરપંચો સાથે મીટીંગ કરતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર

754
GUJ2722018-3.jpg

ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા જાફરાબાદના તમામ ગામોના સરપંચોને ઉનાળા અનુલક્ષી પીવાના પાણી બાબતે અગત્યની બેઠક ધારાસભ્યના ફાર્મ હાઉસ રાજુલા ખાતે મળી ધારાસભ્ય અંબરીભાઈ ડેર દ્વારા જાફરાબાદના તમામ ગામોના સરપંચોને ઉનાળાને અનુલક્ષી પીવાના પાણી બાબતે અગત્યની બેઠકનું આયોજન થયઉ જેમાં લોઠપુર સરપંચ રાણાઆતા, લુણસાપુર સરપંચ ભોજભાઈ કોટીલા, રોહીસા સરપંચ વિજાણંદભાઈ વાઘેલા સાકરીયા સરપંચ અશ્વીનભાઈ વરૂ તથા જુની જીકાદ્રી સરપંચ પ્રકાશભાઈ વરૂ, સાંખડા, સરપંચ બાબભાઈ વરૂ, તાલુકા સદસ્ય ઉકાભાઈ સોલંકી ભટવદર, મીઠાપુર સરપંચ શાંતીભાઈ બાબભાઈ વરૂ, બલાણા સરપંચ છગનભાઈ ડાભી, તેમજ ભાંકોદર, બાબરકોટ, મીતીયાળા, વારાહી સ્વરૂપ ગામને હજી કોઈ પાણી નર્મદાના પાણીની સુવિધા આજદીન સુધી નથી મળી તે બાબતે રજુઆત કરાઈ જેની નોંધ જીલ્લા બાંધકામ સમિતીના ચેરમેન ટીકુભાઈ વરૂ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આ મીટીંગમાં સામેલ કરી સરપંચોની હાજરીમાં સામ સામે મૌખીક રજુઆત અને તેનો ઉપાયો રજુ કરાઈને અસરકારક પગલા લેવા ખાત્રીઓ અપાઈ હતી.