GHCL કંપનીનાં મીઠા ઉદ્યોગનાં કારણે વઢેરા ગામનાં તળમાં ખારાશ ભળી ગઈ

797
GUJ2722018-4.jpg

જાફરાબાદના વઢેરા ગામ જીએચસીએલ કંપની મીઠા ઉદ્યોગને તેની વધુ લાલચાએ દરીયાના પાણી ગામમાં ઘુસ્યા ગામના તળામાં ખારાશથી શ્વાસ, દમ, કીડનીના રોગીઓનો રાફડો ફાટ્યો કીમતી જમીન થઈ બંજર જીએચસીએલને ફરી રીન્યુ ન આપવા મામલતદાર ચૌહાણને વઢેરા, કડીયાળી, બલાણા, રોહીસા,મળી ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું.
જાફરાબાદના વઢેરા ગામે ધારાસભ્ય પહેલા ગામની જમીનથી દુર રહેવા મીઠા ઉત્પાદન માટે જીએચસીએલ કંપનીએ ધામા નાખ્યા ત્યારે પછી ધીરે ધીરે જમીન ગામ બાજુ દરીયાના પાણી ખેચાઈને મીઠુ પકવવા મંડયા ગામ લોકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતા જીએચસીએલની દાદાગીરી જો હુકમીથી કોઈ પગલા ન ભરાતા આખરે વઢેરાની જમીનના તળમાં ખારાશ આવી ગઈ અને એક પછી એક બોરના પીવાના પાણીમાં દરિયાનું પાણી ઘુસી જડતા ગ્રામલોકોને શ્વાસ, ટીબી. દમ કીડનીના જીવલેણ રોગના ભોગ બની મૌતને ભેટવા લાગ્યા હાલ પણ વઢેરા ગામ અનેક દર્દીઓ આવા ભયંકર રોગથી પીડાય છે. અને ભાવનગર મહુવા હોસ્પિટલમાં એડમીટ અથવાતો બે પાંચ દીવસની દવા લઈ આવે છે અને દાડે દિવસી ગરીબીની ઘણીમાં હોમાતા જાય છે તેમજ આ ખારાશ તળમાં ભળી જવાથી કરોડો રૂપિયાની જમીન ફેલ થઈ કીમતી ખરીફ ‘પાકો’નો નાશ થઈ ગયો છે. અને વાડીઓ હતી તેની જગ્યાએ જમીન બંજર થઈ ખેડુતો પાઈમાલ થઈ જાવથી આખરે ૪ ગામના ખેડુતો ગામ આગેવાનો મળી મામલતદાર ચૌહાણને અપાયુ આવેદનપત્ર અને જીએચસીએલ તેના બીસ્ત્રા પોટલા નહી ઉપાડે તો ન છુટકે ૪ ગામની જનતાએ ગાધી ચિંધ્યા માર્ગે જઈ ઉગ્ર આંદોલન કરી રોડ ચક્કાજામ કરવા ચક્રોગતીમાન કર્યા છે. કારણ હવે તો ગામના રહેણાકી મકાનમાં ખારૂ પાણી ઘુસી જવાથી મકાનો પડવા લાગ્યા છે. અને સર્વે નંબર ૨૦૮-૨૦૯ ગ્રામ પંચાયતની છે તે તાત્કાલીક ખાલી કરવામાં આવે તેમ સરપંચ લક્ષ્મી બહેન કાનાભાઈ ઉપ સરપંચ લખમણ બાંભણીયા તેમજ તાલુકા પંચાયત સદસ્ય મસરીભાઈ સાથે બહોળી સંખ્યામાં ગ્રામ જનો અને ગ્રામ પંચાયત બોડીના તમામ સદસ્યો ઉપસ્થિત રહી કંપનીને હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

Previous articleજાફરાબાદનાં તમામ ગામનાં સરપંચો સાથે મીટીંગ કરતા ધારાસભ્ય અમરીશભાઈ ડેર
Next articleદહીથરા પ્રા.શાળાનો પ્રવાસ યોજાયો