આશાવર્કર અને તેના પતિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

623
bvn2822018-18.jpg

ભાવનગરના મોરચંદ આરોગ્ય કેન્દ્રના તબીબના ત્રાસથી આશાવર્કર મહિલા અને તેના પતિએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. બન્નેને સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા તાલુકાનાં પડવા ગામે રેહતા લીલાબેન દામજીભાઈ પટેલ (દલિત) ઉ.૪૧ ઘોઘાના મોરચંદ આરોગ્ય કેન્દ્રમાં આશાવર્કર ડો.મુબારક દ્વારા વાંરવાર હેરાનગતી કરતા હોય જેની ગત તા.૨૧ના રોજ લીલાબેન દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને લેખીતમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી જેમા ગઈકાલે બપોરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેમને સારવાર અર્થે ભાવનગર સર.ટી.માં ખસેડાયા છે. બનાવની જાણ થતા મુખ્ય આરોગ્ય અધિકારી એચ.જે.પટેલ અને ડેપ્યુટી ડી.ડી.ઓ. સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.