ચાઇલ્ડ ટ્રાફિંકીંગ : બે વર્ષમાં ૪,૮૦૩ બાળકો ગુમ

953
guj2822018-7.jpg

બાળક નજર સામેથી દૂર થાય તો મા-બાપ બેબાકળાં બની જાય, દોડાદોડી કરી મૂકે અને ચૌંધારઆંસુઓનો આંખોમાંથી દરિયો વહેવા લાગે. આપણે જાણીએ છીએ કે એક સમયે બાળક ગુમ થયું તો તેને શોધવા માટે અઆપણી પાસે સિસ્ટમમાં ઘણા ચેડાં છે. બાળક એ આપણો જીવ છે. તેને કઇંપણ થાય તો આપણે ઉંચાનીચા થઈ જઈએ છે. ચાઇલ્ડ ટ્રાફિંકીંગ એ ભારતની સૌથી મોટી ગુનાખોરી છે. ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ ૬૦ ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે. જેના માટે આપણે ચિંતિત હોઈએ છીએ. સ્કૂલો બહાર આજે પણ ટાઈટ સિક્યોરિટી એટલા માટે જ છે. આમ છતાં બાળકો ગુમ થવાનો આંક ઘણો મોટો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૪,૮૦૩ બાળકો ગુમ થયા હોવાનો સરકારી અહેવાલ છે. સૌથી વધુ બાળકો રાજ્યના ૪ મહાનગરોમાંથી ગાયબ થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી ૩,૦૪૨ બાળકો ગુમ થયા છે. જેમાં સરકાર ૩,૬૭૬ બાળકો પરત લાવવામાં સફળ રહી છે. ૨૭ જિલ્લાના ૧,૧૨૭ બાળકો ક્યાં છે તેનો કોઇ પત્તો જ નથી.
ખોયાપાયા નામનું પોર્ટલ ગુમ બાળકોની શોધખોળ માટે લોન્ચ કરાયું છે. જે અંગે હજુ ઘણા અજાણ છે.  બાળ સુરક્ષાના કાયદાઓ અને જોગવાઇ તથા ચાઇલ્ડ કેર હોમ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સીસ્ટમની શરૂઆત સૌ પ્રથમ વેસ્ટ બંગાળથી શરૂ થઇ હતી. રાજ્યના ગૃહ વિભાગના સંકલનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી દેશના ખોવાયેલ બાળકોનો અદ્યતન ડેટા ડે ટુ ડે અપડેશન કરી જોઇ શકાય છે. 
ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ‘ખોયા પાયા’ પોર્ટલથી મળી આવેલ બાળકોના માતાપિતા શોધવામાં વધુ સરળતા ઉપલબ્ધ થઇ છે. ગુજરાતમાં કુલ ૧૨૫ જેટલા ચાઇલ્ડ કેર હોમ કાર્યરત છે જેમાં અંદાજે ૫૪૦૦ જેટલા બાળકો રહે છે.  ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટ મ ડેવલપ કરવાથી દેશના તમામ રાજયો સાથે બાળકોના ડેટાની માહિતીનું આદાન-પ્રદાન સહેલાઇથી થઇ શકે છે. આ ઉપરાંત એન્ટી હ્મુમન ટ્રેકિંગ યુનિટની કામગીરી હાથ ધરી છે. સીટીએસ દ્વારા ગુજરાતમાં મળી આવેલ બાળકો અને તેમાં કેટલા સારસંભાળવાળા છે તે જાણી શકાય છે.

શહેર ગુમ થયેલા બાળકો
શહેર    બાળકો
સુરત    ૧૨૫૬
અમદાવાદ    ૧૨૪૧
વડોદરા    ૩૨૨
રાજકોટ    ૨૨૩
ગાંધીનગર    ૨૨૩
ભરૂચ    ૧૮૦
કચ્છ    ૧૬૨
ભાવનગર    ૧૬૯
વલસાડ    ૧૪૦
અમરેલી    ૧૩૩
મોરબી    ૮૧
નવસારી    ૬૦
બોટાદ    ૫૬
પોરબંદર    ૪૪
પાટણ    ૪૫
મહિસાગર    ૪૨
ગીર સોમનાથ    ૩૮
ખેડા    ૩૩
જામનગર    ૨૮
પંચમહાલ    ૨૨
બનાસકાંઠા    ૧૭
મહેસાણા    ૧૭
સાબરકાંઠા    ૧૩
છોટા ઉદેપુર    ૧૨
તાપી    ૧૧
દ્વારકા    ૯
સુરેન્દ્રનગર    ૫
દાહોદ    ૬
આણંદ    ૭
નર્મદા    ૪
ડાંગ    ૩

Previous articleવિધાનસભાના દ્વારેથી
Next articleપ્રશ્નોના વિરોધમાં રાજ્યના ખેડૂત ધરણાં કરવા સુસજ્જ