એનસીસી એરફોર્સના સિનિયર કેડેટ્‌સ બેચ-ર૦૧પનો વિદાય સમારંભ યોજાયો

750
bhav1-3-2018-6.jpg

ભાવનગર નંબર-૩ ગુજરાત એર સ્ક્વોડ્રન એનસીસી યુનિટ દ્વારા તૃતિય વર્ષના સિનિયર કેડેટ્‌સ બેચ-ર૦૧પનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. દિલ્હી રિપબ્લીક ડે પરેડ, ઓલ ઈન્ડિયા વાયુ સૈનિક કેમ્પ અને વિવિધ કેમ્પમાં ગુજરાત અને ભાવનગરને ગૌરવ અપાવનાર કેડેટ્‌સને વિશેષ યાદગીરી સ્વરૂપ સ્મૃતિભેટ આપવામાં આવી. ખાસ આ પ્રસંગે સી.ઓ. વિંગ કમાન્ડર આર.બી. સિંઘ સાહેબે કેડેટ્‌સને આગળના ભવિષ્ય માટે ડિફેન્સની નોકરીની તકોથી માહિતગાર કર્યા સાથે જ અન્ય ક્ષેત્રમાં પણ નોકરી કરી દેશસેવા કરી શકાય તે મુદ્દે ચર્ચા કરી ભવિષ્યની દોરવણી આપી. કેડેટ્‌સ દિલીપસિંઘ, દિશાંત, પ્રિયંકા, સરોજ અને ધવલ દિયોરાએ પોતાના ૩ વર્ષના અનુભવો રજૂ કર્યા અને જુનિયર કેડેટ્‌સને એનસીસીની ટ્રેનીંગને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરવા પ્રોત્સાહિત કર્યા. આ ઉપરાંત બાશાસર ટી.સિંઘસર અને વ્યાસસર સહિતના તમામ ઓફિસર પાસે તમામ ટ્રેનિંગ પામનાર કેડેટ્‌સ તેમનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો સાથે ડિફેન્સનું જ્ઞાન, યુનિટી અને ડિસિપ્લીન કેરેક્ટર બિલ્ડઅપ વગેરે શીખનાર કેડેટ્‌સની આંખોમાં વિદાય પ્રસંગે આંસુ જોવા મળી રહ્યાં હતા. ભવિષ્યમાં કોઈપણ ક્ષેત્રમાં જોડાશે ત્યાં કર્મને ધર્મ સમજી દેશની સેવા કરવાની વાત કરી અને એક સાચા ભારતીય નાગરિક તરીકેની ફરજો અને જવાબદારી હંમેશા નિભાવવાની નેમ લીધી. વિદાય સમારંભનું સમગ્ર આયોજન જુનિયર કેડેટ્‌સ અને પીઆઈ સ્ટાફ દ્વારા કરાયું જે સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Previous article નિરમા કંપનીમાંથી ચોરી થયેલ ઈલેક્ટ્રીક વાયર સાથે ૧ ઝડપાયો
Next article સજીવ ખેતી પાક પરિસંવાદ કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું