સરના પાટીયા નજીક બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦થી વધુને ઈજા

1621
bvn432018-5.jpg

સિહોરથી ટાણા તરફ જવાના રસ્તે સરના પાટીયા નજીક બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ૧૦થી વધુ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતનો બનાવ ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાવની મળતી વિગત મુજબ, સિહોરથી ટાણા તરફ જવાના રસ્તે સરના પાટીયા નજીક પેસેન્જર ભરેલ બોલેરો અને (લોડીંગ) દુધ ભરેલી બોલેરો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. જેમાં પેસેન્જર ભરેલ બોલેરો પલ્ટી ખાઈ જતા હોહા થઈ જવા પામી હતી. બનાવ બનતા સ્થાનિક લોકો દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને કારમાં લોહીયાળ હાલતે બહાર કાઢી ૧૦૮ સેવા અને પ્રાઈવેટ વાહનો દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ બનાવ સ્થળે મોડી પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.