બગોદરા ખાતે ફાર્મહાઉસમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો

721
guj432018-3.jpg

એ.કે. જાડેજા પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ રેન્જમાં હોળી ધુળેટી તહેુવાર અનુસંધાને અસરકારક કામગીરી કરવા અને રેન્જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય. આર.આર. સેલના સ્ટાફને આપેલ સુચના અને માર્ગદર્શન અન્વયે બી.એસ. રાઠોડ ઈ. રીડર પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન અને સંકલન હેઠળ આર.આર. સેલના એએસઆઈ હિતેન્દ્રકુમાર જીવણલાલ, એએસઆઈ અજીતસિંહ મનુભા, પો.કો. મહેન્દ્રસિંહ હરીસિંહ સોલંકી, પો.કો. અનિલગીરી સહદેવગીરી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કો. મહેન્દ્રસિંહ સોલંકીને મળેલ બાતમી હકીકત આધારે બગોદરાના લીસ્ટેડ બુટલેગર્સ ચંદુભાઈ ઉર્ફે સલીમ વજુભાઈ મકવાણા (કો. પટેલ)ના બગોદરા સ્થિત શિયાળ રોડ ઉપર આવેલ ફાર્મ હાઉસની ઓરડીમાં સંતાડી રાખેલ વિવિધ બ્રોાન્ડની પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ-૪,૮૬૦ જેની કુલ કિં.રૂા.ર૦,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધેલ છે.
બગોદરાના લીસ્ટેડ બુટલેગર્સ ચંદુભાઈ ઉર્ફે સલીમ વજુભાઈ મકવાણા (કો.પટેલ) તેના બે પુત્રો અશ્વીન તેમજ જયદિપ નામના ઈસમો ઘણા સમયથી વિદેશી દારૂની પ્રવૃત્તિ કરે છે. તાજેતરમાં આ ઈસમોના ઘરેથી પણ અગાઉ વિદેશી દારૂનો જથ્થો આર.આર. સેલ દ્વારા શોધેલ.

Previous articleસરના પાટીયા નજીક બે બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦થી વધુને ઈજા
Next articleસિહોર મેઈનબજાર પોલીસ ચોકીનો ચાર્જ મહેન્દ્રસિંહ ગોહિલને સોંપાયો