સિહોર પોલીસ મથકમાં છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવી રહેલ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ગોહિલને આજે સિહોરની મેઈન બજારમાં આવેલ પંચમુખા ગેટ ખાતે વિધિવીત ચાર્જ આપવામાં આવ્યો છે..હજુ બે દિવસ પહેલા બટુકભાઈ ઠાકર બટુકદાદા જેઓ વયમર્યાદાના કારણે નિવૃત થયેલ અને તેઓ છેલ્લા ઘણા સમયથી સિહોર મેઇન બજારમાં આવેલ પોલીસ ચોકી પર ફરજમાં હતા જેઓના નિવૃત થવાથી ખાલી રહેલ પોસ્ટમાં અગાઉ આજ ચોકીમાં ફરજમાં રહેલ મહેન્દ્રસિંહ ગોહિલ જેઓ સમગ્ર શહેરમાં એમએસ તરીકે જાણીતા છે અને જે તે સમય પર એક જબ્બરજસ્ત અને નોંધપાત્ર કામગીરી કરી ચુક્યા છે. આજે ફરી સિહોર પોલિસ મથકના અધિકારી પરમારની હાજરીમાં શહેરની મેઈન બજારની પોલીસચોકી ખાતે મહેન્દ્રસિંહ ગોહિલને ચાર્જ સોંપવામાં આવ્યો છે.



















