રાજ્યસભાના ઉમેદવારોની પસંદગીની જવાબદારી શાહને સોંપાઈ છે : વાઘાણી

1119
guj432018-5.jpg

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી આજે ભાવનગર આવ્યા હતા ત્યારે તેઓએ રાજ્યસભાની પસંદગીની જવાબદારી અમિત શાહને સોપ્યાની જાહેરાત કરી હતી. રાયસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી, કૃષિવિભાગના કેન્દ્ર સરકારના રાયકક્ષાના મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા, શંકરભાઈ વેગડની ટર્મ પૂરી થવામાં છે. આગામી દિવસોમાં યોજાનારીચુટણીમાં કોને રિપીટ કરવા અને કોને રિપીટ ન કરવા તેનો નિર્ણય રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. આ માટે ચર્ચા વિચારણા કરવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દિલ્હી જનાર છે. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ભાવનગરના એક કાર્યક્રમમાં હાજરી દરમિયાન રાયના લોકોને હોળી ધુળેટીની શુભેચ્છા પાઠવી વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતના ચાર રાય સભાના સભ્યોની મુદત પૂરી થતી હોય ૨૩ માર્ચના રોજ તેમની ચુંટણી થવાની છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આ સાથે ચુંટવા માટેની પસદગી કરવાની જવાબદારી તેમની હોય છે, પરંતુ તેઓ દ્રારા રાય સભાના સભ્યો સાથે પરામર્શ કરી અને રાય સભાના સભ્યોની પસદગી કરવાની જવાબદારી રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને રાષ્ટ્ર્રીય પાર્લામેન્ટ્રી બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોપી રહ્યા છે.

Previous articleત્રાસવાદી તૌકીરને ૨૦ દિનના પોલીસ રિમાન્ડ ઉપર સોંપાયો
Next articleફરજ પર પોલીસ કર્મીએ ડ્રેસમાં રહેવા પોલીસ વડાની સૂચના