ભારતની આશાઓ ફરી જીવંત વિક્રમ લેન્ડર ચંદ્ર પર સલામત

474

ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમને લઈને ૈંજીર્ઇંએ અત્યંત મહત્વની જાણકારી આપી છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે લેન્ડર વિક્રમને કોઈ જ નુંકશાન પહોંચ્યું નથી. ઈસરોના આ નિવેદન બાદ ચંદ્રયાનને લઈને દેશવાસીઓને આશા બંધાઈ છે.

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક તૂટી ગયો હોવા છતાંયે ભારતીય વૈજ્ઞાનિકો હિંમત નથી હાર્યા. તેઓ સતત વિક્રમ સાથે સંપર્ક સાધવાના પ્રયાસો કરી રહ્યાં છે. ગઈ કાલે જ ઈસરોએ લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર જે જગ્યાએ ઉતર્યું છે તેની જાણકારી મેળવી લીધી છે. ઇસરોએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડર તેના નિશ્ચિત સ્થાનથી લગભગ ૫૦૦ મીટર દૂર ચંદ્રની જમીન પર પડ્યું છે. પરંતુ જો તેની સાથે ફરી સંપર્ક થયા તો તે ફરી તેના પગ પર ઊભું થઈ શકે છે.

ઈસરોના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરમાં તે ટેક્નોલોજી છે જે પડ્યા પછી પણ પોતાની જાતને બેઠું કરી શકે છે. પરંતુ તે માટે જરૂરી છે તેની કોમ્યુનિકેશન સિસ્ટમનું સંપર્કમાં આવવું અને તેનાથી ઈસરોના કમાન્ડ રિસિવ થઈ શકે. છેલ્લા સમાચાર પ્રમાણે ઇસરોએ જણાવ્યું કે તેના લેન્ડિંગ બાદ તેમાં હજુ કોઇ ડેમેજ થયું નથી તેથી સપર્ક થઇ શકે તેમ છે. સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે.

ચંદ્રયાન મિશન સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે સોમવારે કહ્યું કે, ઓર્બિટરની તસવીરો પરથી જણાય છે કે લેન્ડર આખુ વન પીસમાં અકબંધ છે અને તેના ટૂકડાં નથી થયાં. આથી તેને કોઇ નુકશાન નથી થયું. તે માત્ર થોડી ત્રાંસી સ્થિતિમાં પડ્યું છે.

વિક્રમ લેન્ડરમાં ઓનબોર્ડ કોમ્પ્યૂટર છે. તે જાતે જ ઘણાં કામ કરી શકે છે. વિક્રમ લેન્ડરના પડવાથી તે એન્ટિના દબાઈ ગયું છે જેના દ્વારા કોમ્યુનિકેશન સિસ્ટમને કમાન્ડ મોકલી શકાય. અત્યારે પણ ઈસરો પ્રયત્ન કરી રહ્યું છે કે, કોઈ પણ રીતે તે એન્ટિના દ્વારા વિક્રમ લેન્ડરને ફરી બેઠી કરવાના કમાન્ડ આપી શકાય.

ઈસરોના જણાવ્યા પ્રમાણે વિક્રમ લેન્ડરમાં નીચેની બાજુ પાંચ થ્રસ્ટર્સ લાગે છે. તેના દ્વારા ચંદ્‌ની સપાટી પર સોફ્ટ લેન્ડ કરાવનું હતું. આ સિવાય વિક્રમ લેન્ડરની ચારેય બાજુ થ્રસ્ટર્સ લાગે છે.

જે અંતરિક્ષમાં યાત્રા દરમિયાન તેની દિશા નક્કી કરવા માટે ઓન કરવામાં આવે છે. આ થ્રસ્ટર્સ અત્યારે પણ સુરક્ષીત છે. લેન્ડરના જે ભાગમાં કોમ્યુનિકેશન એન્ટિના દબાઈ ગયું છે, તે જ ભાગમાં થ્રસ્ટર્સ છે. જો પૃથ્વી પર આવેલા ગ્રાઉન્ડ સ્ટેશનથી મોકલવામાં આવેલા કમાન્ડ સીધા અથવા ઓર્બિટર દ્વારા દબાયેલા એન્ટિનાએ રિસીવ કરી લીધા તો તેના થ્રેસ્ટર્સને ઓન કરી શકાય છે. થ્રેસ્ટર્સ ઓન થવાથી વિક્રમ ફરી બેઠું થઈ શકે છે. જો આવું થયું તો મિશન સાથે જોડાયેલા તે દરેક પ્રયોગ થઈ શકશે જે પહેલાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્યવાન-૨ વિશે નક્કી કર્યા હતા.

૧૧ દિવસ બાકી છે વિક્રમ લેન્ડરને ફરી બેઠું કરવા માટે

ઈસરો પ્રમુખ કે.સિવને કહ્યું કે, ઈસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલદી સંપર્ક થઈ પણ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે વિક્રમ સાથે સંપર્ક કરવા માટે ૧૨ દિવસ (રવિવારથી ગણતરી મુજબ) છે. આજથી જોવા જઈએ તો ઈસરોના વૈજ્ઞાનિકો પાસે વિક્રમનો સંપર્ક કરવા માટે ૧૧ દિવસ છે. કારણ કે અત્યારે પણ લૂનર ડે ચાલી રહ્યું છે.એખ લૂનર ડે ધરતીના ૧૪ દિવસ બરાબર હોય છે. તેમાં ૩ દિવસ જતા રહ્યા છે. એટલે કે હજી ૧૧ દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. રાત્રીના સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે. તેથી જો આ ૧૧ દિવસ જતા રહ્યા તો તે પછી વૈજ્ઞાનિકોએ ખૂબ રાહ જોવી પડશે.

Previous articleમધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ હાહાકાર : હાઈએલર્ટ
Next articleચુડાસમાએ હાઇકોર્ટ સમક્ષ દુખ વ્યકત કરી માફી માંગી