દામનગર સોશ્યલ મિડીયામાં ‘વિકાસ’ના નામની ધૂમ મચી

973
guj18920417-3.jpg

દામનગર સોશ્યલ મિડીયામાં ધૂમ મચાવતી પોસ્ટ આઘા રેજો વિકાસ ગાંડો થયો છે. અમરેલી જિલ્લામાં વડાપ્રધાનનો પ્રવાસ અમરેલી માર્કેટ યાર્ડ અને અમર ડેરી સહિતના લોકાર્પણ કાર્યમાં પધારતા હોય ત્યારે અનેક પ્રકારની નતનવી તરકીબોથી વિરોધ કરતા નુસખા જોવા મળે છે અને તા.૧૬-૯ના રોજ શરૂ વરસાદમાં પણ અમરેલીના રોડ-રસ્તા બની રહ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭-૯ અમરેલી શહેરની મુલાકાતે હોય અને જાહેર રોડ રસ્તા ખરાબ ચાલે બનાવવા જ પડે ને ? અમરેલીની જનતાની અનેકો ફરિયાદો પછી પણ જે રોડ રસ્તા નહોતા બનતા તે વિકાસ પુરૂષના આગમનને લઈ શરૂ વરસાદમાં પણ અવિરત કામ શરૂ રહ્યું સ્થાનિક અમરેલી શહેરના રસ્તા એટલી હદે બગડી ગયા હતા. અનેકો રજૂઆત પછી પણ કોઈ દરકાર ન લેવાય પણ વડાપ્રધાનના આગમનને લઈ શરૂ વરસાદે તંત્રએ રાતોરાત માલસામાન અને યાંત્રિક સામગ્રી ભેગી કરી વરસતા વરસાદમાં અમરેલીના રોડ બનાવતા સોશ્યલ મિડીયામાં અવનવી ટીખળ આ રોડ રસ્તા શરૂ વરસાદમાં બનતા ફોટા અને વિડીયો ફરી રહ્યાં છે કે વિકાસ ગાંડો થયો છે જુવો શરૂ વરસાદમાં રોડ બને છે વાત પણ વિચારવા જેવી અમરેલી શહેરની જનતાની કેટ કેટલી માંગણી છતા જે રસ્તા ન બન્યા તે મોદીના આગમનથી સતત વરસતા વરસાદમાં પણ બન્યા રસ્તા અદભુત ટીખળો સાથે ફરતી પોસ્ટ અને વરસતા વરસાદમાં બનતા રસ્તા ભારે ચર્ચામાં છે.

Previous articleઅમરેલીમાં મોદીના કાર્યક્રમનો કોંગ્રેસ દ્વારા વિરોધ
Next articleરાજુલા તાલુકા પંચાયતની કચેરીનું રીનોવેશન કરવા માંગ