મૃતકના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા પ-પ હજારની સહાયની જાહેરાત

848
bvn732018-13.jpg

મંગળવારે ભાવનગરના રંઘોળા પાસે લગ્ન પ્રસંગે જતા જાનના ટ્રકને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતકના પરિવારને મૂ.મોરારિબાપુએ રૂા.પાંચ હજારની સહાય મોકલવાની જાહેરાત કરી છે. હનુમાનજી મહારાજની પ્રસાદીરૂપે મૃતક વ્યક્તિના પરિવારને ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. ઘટનાનો ભોગ બનનાર માટે બાપુએ દિલસોજી વ્યક્ત કરીને પ્રભુ પ્રાર્થના કરી છે.