૩૧ ડિસેમ્બર ર૦૧૭ના અંતીમ દિવસનો વિદાય આપવા અને ર૦૧૮ના નવા વર્ષને આવકારવા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં થર્ટી ફર્સ્ટની નાઈટના અનેક આયોજનો યોજવામાં આવ્યા છે. જેમાં યુવા વર્ગ હજારો રૂપિયાનો ખર્ચ કરી ડી.જે.ના સથવારે ડાન્સની અને ડીનરની મજા માણી નવા વૃષને આવકારશે. શહેર-જિલ્લામાં પાર્ટી પ્લોટ- હોટલો ફાર્મ હાઉસ ખાતે અને ખાનગી પાર્ટીઓ જેમાં નગરજનો પરિવાર- મિત્રો સાથે ખાણી-પીણી અને ડાન્સ સાથે સેલેબ્રીશેન કરશે. આ સિવાય ન્યુ યરની ગ્રાન્ડ પાર્ટીમાં સ્પેશ્યલ થીમ રાખવામાં આવી છે. જેમાં વૈમ્પાયર, માસ્ક જેવી થીમ પસંદ કરવામાં આવી છે.
આવતીકાલે શહેર-જિલ્લામાં રાતે દિ’ ઉગશે જેવો માહોલ સર્જાશે ર૦૧૭ને વિદાય આપવા અને ર૦૧૮ના નવા વર્ષને યુવા વર્ગ ધમાકેદાર રીતે ઉજવણી કરી આવકાર આપશે. આ સાથે જિલ્લા પોલીસ વડા પી.એ.માલની સુચના અને માર્ગદર્શન મુજબ નશાખોર નબીરાઓ પર પોલીસ બાજ નજર રાખશે પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બરની રાતે ખાસ ઝુંબેશ હાથ ધરી વાહન ચેકંગ, ખાનગી પાર્ટીઓ, ફાર્મ હાઉસ સહિતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરશે જેમાં ઘણા નબીરાઓ દારૂની મેહફીલો માણતા ઝડપાશે.