ઓખા મુકામે સી સ્કાઉટ-ગાઈડ કેમ્પમાં ભાવેણાના સ્કાઉટ-ગાઈડનો સુંદર દેખાવ

1055
bvn30122017-3.jpg

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ઓખા મુકામે રાજ્ય સરકારના સહયોગથી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઈડ સંઘના ઉપક્રમે તાજેતરમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે સી સ્કાઉટ-ગાઈડ કેમ્પ યોજાયો હતો. જેમાં ભાવનગરથી સાત શાળાના બાળકો જોડાયા હતા.
૧૩ સ્કાઉટ-૦૭ ગાઈડ મળી ભાવનગર જિલ્લાના ર૦ બાળકો આ કેમ્પમાં જોડાયા હતા. કેમ્પ દરમ્યાન ઓખા મુકામે આઈએનએસ નેવી બેજની મુલાકાત લીધી હતી અને દરિયાઈ સુરક્ષામાં નેવીના રોલ અંગેની માહિતી મેળવી હતી અને નેવી બેટરીની મુલાકાત દરમ્યાન સ્મોલ વેમન્સ અંગે માહિતી મેળવી ટુ નોટ ટુ ફાયરીંગનું પ્રેક્ટીકલ સ્કાઉટ-ગાઈડને કરાવવામાં આવેલ તેમજ યુધ્ધ દરમ્યાન નેવીના રોલની માહિતી સ્કાઉટ-ગાઈડને આપવામાં આવેલ. કેમ્પ દરમ્યાન નેવી-ડેના અનુસંધાને પોરબંદર ખાતે સ્કાઉટ-ગાઈડ ખાસ આઈએનએસ બ્રહ્મપુત્રા અને આઈએનએસ કોચ્ચીની મુલાકાત લીધી હતી અને ભારતીય નેવી ભારતી સૈન્યની નૌકાદળની શક્તિ અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમ્યાન આઈએનએસ કોચ્ચી પર સ્કાઉટ ગાઈડને સૈન્ય દ્વારા શીખની કાર્યવાહીની માહિતી આપી હતી.
સ્કાઉટ ગાઈડને કેમ્પ દરમ્યાન નેવલ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, આપણા દરિયાકાંઠાની સુરક્ષા કેવી રીતે કરે છે તેની માહિતી આપવામાં આવેલ તેમજ હોવર ડ્રાફ્ટ એચ-૧ની મુલાકાત લઈ તેના વિશે જાણકારી મેળવેલ.
સમગ્ર કેમ્પ દરમ્યાન નેવી, કોસ્ટગાર્ડના કમાન્ડર અને કર્મચારીઓનો સુંદર સહયોગ મળ્યો હતો. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ભાગ લેનાર તમામ સ્કાઉટ-ગાઈડને યુનિફોર્મની સંપૂર્ણ કીટ આપવામાં આવેલ. સમગ્ર કેમ્પનું સંચાલન બી.કે. સીદપરા, યોગેન્દ્રસિંહ જાડેજા, અજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.

Previous articleનંદકુંવરબા કોલેજમાં અભિવાદન સમારોહ
Next articleઆવતીકાલે થર્ટી ફસ્ટની કરાશે ધમાકેદાર ઉજવણી